… આ કારણે ઝારખંડ હાઇ કોર્ટ તરફથી રાહુલ ગાંધીને મળ્યું 1000 રૂપિયાનું વોરંટ

રાંચી : ઝારખંડ હાઇકોર્ટમાં (jharkhand highcourt)ચાલી રહેલા એક કેસની સુનાવણીમાં જવાબ દાખલ કરવામાં થયેલ વિલંબનાં લીધે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ( rahul gandhi) કોર્ટે એક હજાર રૂપિયાનો દંડ (imposed a fine) ફટકાર્યો હતો. વાસ્તવમાં ચાઇબાસાની એમપી-એમએલએ કોર્ટમાં રાહુલ ગાંધી દ્વારા ભાજપના તાત્કાલીક રાષ્ટ્રીય અધ્યક્ષના વિરુધ્ધમાં કરવામાં આવેલી કથિત રીતે અપમાનજનક ટિપ્પણીને લઈને કોર્ટે તેનું સંજ્ઞાન લઈને ઝારખંડ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આ અરજીને ગયા મહિને સુનાવણી દરaમિયાન રાહુલ ગાંધીને રાહત કરી હતી અને ચાઇબાસા કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવી દેવામાં આવી હતી. આ કેસ માટે રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા જવાબ આપવા કહેવામાં આવ્યું હતું. ચાઇબાસાના પ્રતાપ કટિયાર નામના વ્યક્તિએ રાહુલ ગાંધીના વિરુધ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેને આરોપ લગાવ્યો હતો કે 2018 ના કોંગ્રેસના અધિવેશનમાં ભાજપના તાત્કાલિક રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વિરુધ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ભાજપ બંધારણને ખતમ કરીને આરક્ષણ રદ કરવા માગે છે: રાહુલ ગાંધી
આ અધિવેશનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસમાં કોઈ ખૂની રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે નહીં. કોંગ્રેસીઓ એક ખૂનીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સ્વીકારી શકતા નથી, આ માત્ર ભાજપમાં જ શક્ય છે.
આ ફરિયાદના મામલામાં ચાઈબાસા કોર્ટે એપ્રિલ 2022માં રાહુલ ગાંધી વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. આ અંગે રાહુલ ગાંધીના પક્ષેથી કોઈ પ્રતિક્રિયા ન મળતા કોર્ટે ફેબ્રુઆરી 2024 માં તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું. આ પછી તેઓ હાઈકોર્ટ પહોંચ્યા હતા.
આ પણ વાંચો : …હવે મારે વહેલા લગ્ન કરવા પડશેઃ રાહુલ ગાંધીએ કોને આપ્યો જવાબ?