ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ ગાંધી શ્રીનગરમાં પહેલગામ હુમલાના ઘાયલોને મળ્યા, કહ્યું હુમલા પાછળ ભાઇને ભાઈથી લડાવાનો હેતુ…

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મંગળવારે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આજે શ્રીનગરની મુલાકાતે છે. જેમાં તેમણે પહેલગામ હુમલામાં ઘાયલોની મુલાકાત લઇ તેમના ખબર અંતર પૂછ્યા હતા. રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાની પણ મુલાકાત લીધી હતી.

પહેલગામનો આતંકી હુમલો માનવતા પર પ્રહાર
કોંગ્રેસના એક્સ એકાઉન્ટ પરથી રાહુલ ગાંધીની પીડિતો સાથેની મુલાકાતના ફોટા શેર કર્યા હતા. જેમાં લખવામાં આવ્યું કે પહેલગામનો આતંકી હુમલો માનવતા પર પ્રહાર છે. પ્રેમ અને ભાઈચારાને નાબૂદ કરવાનો શરમજનક પ્રયાસ છે. આતંક વિરુદ્ધ અમે બધા એક છીએ. આપણે સાથે મળીને આ નફરતી તાકતોને મુંહતોડ જવાબ આપવો પડશે.

જમ્મુ- કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે
રાહુલ ગાંધીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના તમામ લોકો આ ઘટનાથી શરમ અનુભવે છે. તેમણે કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં તમામ વિપક્ષી પક્ષોએ આ ઘટનાની નિંદા કરી હતી. આ સમયે આખો દેશ એક સાથે ઉભો છે. આ ઘટના ભાઈને ભાઈ સાથે લડાવવા માટે બની છે. તેમણે કહ્યું કે જમ્મુ- કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને સરકાર જે પણ પગલાં લેશે અમે તેની સાથે છીએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે આખો દેશ આતંકવાદ સામે દેશની સાથે ઉભો છે. તેમણે કહ્યું કે તેઓ સીએમ ઓમર અબ્દુલ્લાને મળ્યા અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી. પહેલગામ હુમલા અંગે તેમણે કહ્યું, આ એક દુઃખદ ઘટના છે.જમ્મુ અને કાશ્મીરના તમામ લોકોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. ત્યારે કાશ્મીરના લોકો સંપૂર્ણપણે ભારતની સાથે છે.

તમામ લોકોએ આ આતંકવાદી ઘટનાની નિંદા કરી
કોંગ્રેસ નેતાએ કહ્યું, આ એક ગંભીર ઘટના છે. જમ્મુ અને કાશ્મીરના તમામ લોકોએ આ આતંકવાદી ઘટનાની નિંદા કરી છે. તેમણે આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણ સમર્થન આપ્યું છે. હું ઘાયલોને મળ્યો. તેમણે કહ્યું કે આ હુમલા પાછળનો હેતુ આપણને વિભાજીત કરવાનો છે. આપણે સાથે રહીને આ લોકોને હરાવીએ.

આપણ વાંચો : ‘તો શું મહાત્મા ગાંધી અંગ્રેજોના સેવક હતાં?’ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ઠપકો આપતા આવું કેમ કહ્યું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button