કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કોને મળવા પહોંચી ગયા ?
નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક્સની ડબલ મેડલ વિજેતા મનુ ભાકર દેશ પરત ફરી છે. તેનું વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને મળવા મહાનુભાવો આવ્યા હતા ત્યારે આજે કૉંગ્રેસના સાંસદ અને ઈન્ડિયા ગઠબંધનના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ મનુને મળવા ગયા હતા. મીટિંગ દરમિયાન તેના માતા-પિતા અને કોચ પણ હાજર હતા. મનુ ભાકરે રાહુલ ગાંધીને મીઠાઈ પણ ખવડાવી છે.
હરિયાણાના ઝજ્જરની રહેવાસી મનુએ મહિલાઓની વ્યક્તિગત 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ અને મિશ્ર ઈવેન્ટમાં સરબજોત સિંહ સાથે બ્રોન્ઝ જીત્યો હતો.
આ પણ વાંચો : હમ સાથ સાથ હૈઃ PM મોદી અને રાહુલ ગાંધી એકબીજાને મળ્યા, તસવીરો વાઈરલ
એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય છે. દેશ પરત ફરતી વખતે મનુએ કહ્યું, ‘હું ખૂબ જ ખુશ છું કે મને આટલો પ્રેમ મળી રહ્યો છે.’ પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં મનુ ભારતની ધ્વજવાહક હશે. મનુ રવિવારે સમાપન સમારોહ માટે પેરિસ પાછી જશે. પ્રખ્યાત હોકી ગોલકીપર પીઆર શ્રીજેશ રવિવારે અહીં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સના સમાપન સમારોહમાં સ્ટાર શૂટર મનુ ભાકર સાથે ભારતીય ટીમનો ધ્વજ વાહક હશે.
એક તરફ દેશ મનુની સિદ્ધિથી ખુશ છે તો બીજી બાજુ વિનેશ ફોગાટના ડિસ્કવૉલિફાઈડ થવા પર ગમગીન પણ છે. જોકે દેશના ખેલાડીઓએ ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી દેશને ગૌરવ અપાવ્યું છે.