Rahul Gandhi નો ભાજપ- શિવસેના પર કટાક્ષ, કહ્યું શિવાજી મહારાજની પ્રતિમાએ સંદેશ આપ્યો કે…
કોલ્હાપુર : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi)શનિવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શિવાજી મહારાજની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે શિવાજી મહારાજની પ્રતિમા બનાવી જે થોડા જ દિવસોમાં પડી ગઈ. તેમજ તુટી ગયેલી શિવાજીની પ્રતિમાએ એવો સંદેશ આપ્યો હતો કે તેમની વિચારધારા ખોટી હતી.
ભારતમાં આજે બે વિચારધારાઓ વચ્ચે લડાઈ
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના લોકો શિવાજી મહારાજની પ્રતિમા આગળ હાથ જોડે છે. પરંતુ 24 કલાક તેમની વિચારસરણી વિરુદ્ધ કામ કરે છે. ભારતમાં આજે બે વિચારધારાઓ વચ્ચે લડાઈ છે. એક વિચારધારા- બંધારણનું રક્ષણ કરે છે, સમાનતા અને એકતાની વાત કરે છે. આ શિવાજી મહારાજની વિચારધારા છે.બીજી વિચારધારા – શિવાજી મહારાજની વિચારધારા બંધારણનો નાશ કરવામાં લાગેલી છે. લોકોને ડરાવવા અને ધમકાવવાની વિચારધારા. કોંગ્રેસ પાર્ટી એ જ વિચારધારા સાથે લડી રહી છે જેની વિરુદ્ધ શિવાજી મહારાજ લડ્યા હતા.
આ પણ વાંચો : મહાવિકાસ આઘાડી ફક્ત વિકાસને કેવી રીતે રોકવા એ જ જાણે છે: વડા પ્રધાન મોદી
બંધારણ શિવાજી મહારાજની વિચારસરણીનું પ્રતિક
છત્રપતિ શિવાજી મહારાજે સંદેશો આપ્યો હતો કે દેશ દરેકનો છે અને દરેકને સાથે લઈને ચાલવું પડશે. કોઈની સાથે અન્યાય ન કરો. આજે બંધારણ શિવાજી મહારાજની વિચારસરણીનું પ્રતિક છે. બંધારણ શિવાજી મહારાજની વિચારસરણી મુજબ બનાવવામાં આવ્યું હતું, કારણ કે તેમાં તે બધું છે જેના માટે તેમણે આખી જીંદગી લડત લડી હતી.