રાહુલ ગાંધીએ કોલસાની ખાણોના કામદારો સાથે વાત કરી અને કહ્યું કે…
કૉંગ્રેસના સાંસદ અને ગાંધી પરિવારના પુત્ર રાહુલ ગાંધી દેરક ક્ષેત્રના લોકોને મળી રહ્યા છે અને જનપંસર્ક વધારી રહ્યા છે. તાજેતરમાં તેમણે કોલસાની ખાણમાં કામ કરતા લોકો સાથે વાતચીત કરી છે. રાહુલ ગાંધીએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે અમુક ક્ષેત્રોમાં ખાનગીકરણ થવું જોઈએ નહીં અને ખાનગીકરણ જ બધી સમસ્યાઓનું મૂળ છે તેમ કહી મોદી સરકારની ટીકા કરી છે.
ખાણોના ખાનગીકરણ પર ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે આરોપ લગાવ્યો કે આ શ્રમ કાયદાનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે ખાણોનું ખાનગીકરણ કરવાનો મતલબ કામદારોને ફરી બંધુઆ મજદૂરી એટલે કે ગુલામી તરફ ધકેલવા સમાન છે.
તેમણે એમ પણ કહ્યું કે થોડા દિવસો પહેલા મને સિંગરેની કોલસાની ખાણોના કામદારો અને કર્મચારીઓને મળવાનો અને વાત કરવાનો મોકો મળ્યો. તેમની સમસ્યાઓ સાંભળી અને સાંભળ્યા પછી મને ખબર પડી કે દરેક સમસ્યાનું મૂળ ખાણોનું ખાનગીકરણ છે.
આ ખાનગીકરણ શ્રમ કાયદાનું ઉલ્લંઘન છે અને કામદારોને બંધુઆ મજૂરીમાં ધકેલવાનો માર્ગ છે. કેટલાક મૂડીવાદીઓને આનો ફાયદો થશે અને પરિણામ એ આવશે જે હું લાંબા સમયથી કહેતો આવ્યો છું કે અમીર વધુ અમીર થશે અને ગરીબ વધુ ગરીબ થશે. આ વીડિયોમાં રાહુલ ગાંધી કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પણ વાત કરે છે અને તેઓ તેને કહે છે કે કૉંગ્રેસ પોતાના ઘોષણાપત્રમાં એવી જાહેરાત કરે કે અમુક પૂંજીપતિઓને ફાયદો કરવા માટે કૉંગ્રેસ ખાનગીકરણ નહીં કરે.
રાહુલ ગાંધીએ તેલંગાણાની મુલાકાત દરમિયાન કામદારો સાથેની વાતચીતમાં ખાતરી આપી હતી કે સિંગરેની કોલસાની ખાણોનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં અને આક્ષેપ કર્યો હતો કે તેને ખાનગી કંપનીને વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કૉંગ્રેસે તેને અટકાવશે