નેશનલ

નેહરુ પરના નિવેદનથી રાહુલ ગાંધી ગુસ્સે કહ્યું કે અમિતશાહ ઇતિહાસ નથી

નવી દિલ્હી: રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થવા પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહ પ્રધાને કહ્યું હતું કે પીઓકે એ ગાંધી પરિવાર, અબ્દુલ્લા પરિવાર અને મુફ્તી પરિવારે ભારત સાથે કરેલા દગાનું પરિણામ છે.

તેમણે ખાસ એમ કહ્યું હતું કે જો યુદ્ધવિરામ કરવામાં ના આવ્યું હોત તો આજે પીઓકેનું અસ્તિત્વ જ ન હોત. બે દિવસ વધારે યુદ્ધ ચાલ્યું હોતતો પીઓકેમાં પણ તિરંગો લહેરાતો હોત. તે સમયે આ ત્રણેય પરિવારોએ ભારતની અખંડિતતાને ખંડિત કરી હતી. અમિત શાહના આ નિવેદન પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી. 
 
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમિત શાહ ઈતિહાસ નથી જાણતા. વાયનાડના સાંસદે કહ્યું હતું કે પંડિત જવાહર લાલ નેહરુએ ભારત માટે પોતાનો જીવ આપ્યો હતો અને વર્ષો સુધી જેલમાં રહ્યા હતો. ગૃહ પ્રધાન અમિત શાહ કદાચ આ ઇતિહાસ જાણતા નથી. આ બધા મુદ્દાઓ લોકોને મૂળ વાતથી ભ્રમિત કરવા માટે ચર્ચામાં લાવવામાં આવી છે.


મૂળ મુદ્દો તો એ છે કે જાતિ ગણતરી, ભાગીદારી અને દેશની સંપત્તિ કોના હાથમાં જઈ રહી છે. સત્તા પર બેઠેલા લોકો આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગતા નથી, તેઓ આ બધી બાબતોથી ડરે છે, તેનાથી દૂર ભાગે છે. અમે આ બધા મુદ્દાને આગળ લઈ જઈશું અને ગરીબ લોકોને તેમના અધિકારો અપાવીને રહીશું. 

અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં લોકોની રહેણી કરણીમાં આવેલા બદલાવ જોઇ શકતા નથી. અને આખો દેશ જાણે છે કે કાશ્મીરમાંથી જે પીઓકે બન્યું તે પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની ભૂલોના કારણે જ બન્યું હતું.


મધ્યપ્રદેશમાં ઓબીસીને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે ત્યારે અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓબીસી છે, પરંતુ પ્રશાસનમાં કેટલા ઓબીસી છે તે પ્રશ્ન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button