ડોડામાં પાંચ જવાન શહીદઃ કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર તૂટી પડી, નીતિ મુદ્દે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા(Terrorist Attack in Jammu adnd Kashmir)ની ઘટનાઓમાં વધારો થયો છે, ગઈ કાલે ડોડા જીલ્લામાં થયેલી અથડામણ(Encounter In Doda)માં આર્મી ઓફિસર સહિત 4 જવાનોના શહીદ થયા હતાં. લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીથી લોકસભા સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ શહીદોને શ્રદ્ધાજલિ અર્પણ કરી છે, સાથે સાથે તેમણે કેન્દ્ર સરકારની નીતિઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સૈનિકો ભાજપની ખોટી નીતિઓનો ભોગ બની રહ્યા છે અને સરકારે વારંવાર સુરક્ષા ક્ષતિઓ માટે જવાબદારી લેવી જોઈએ.
તેમણે x પર પોસ્ટ કરીને લખ્યુ કે, “આજે જમ્મુ અને કાશ્મીરમાં વધુ એક આતંકવાદી અથડામણમાં આપણા જવાનો શહીદ થયા. હું શહીદોને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આવી ઘટનાઓ એક પછી એક બની રહી છે. ભયાનક ઘટનાઓ અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે.”
તેમણે કહ્યું, આતંકવાદી હુમલાઓ જમ્મુ-કાશ્મીરની ખરાબ સ્થિતિને ઉજાગર કરી રહ્યા છે. આપણા સૈનિકો અને તેમના પરિવારો ભાજપની ખોટી નીતિઓનો ભોગ બની રહ્યા છે. દરેક દેશભક્ત ભારતીયની માંગ છે કે સરકાર વારંવાર સુરક્ષા ચૂક માટે સંપૂર્ણ જવાબદારી લે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરે, દેશ અને તેના સૈનિકોને નુકસાન પહોંચાડનારા તત્વો સામે સામે આ દુઃખદ ઘડીમાં સમગ્ર દેશ એકજૂટ છે.
કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા ખડગેએ x પર લખ્યું કે “જમ્મુ અને કાશ્મીરના ડોડામાં આતંકવાદી અથડામણમાં એક અધિકારી સહિત 4 બહાદુર જવાનોના શહીદ થવાથી ખૂબ જ દુઃખ થયું. અમારી લાગણીઓ આપણા બહાદુર જવાનોના પરિવારો સાથે છે જેમણે સેવામાં સર્વોચ્ચ બલિદાન આપ્યું. ઘાયલોની ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.
તેમણે કહ્યું, “મોદી સરકાર એવી રીતે કામ કરી રહી છે કે જાણે બધું સામાન્ય રીતે ચાલી રહ્યું છે અને કંઈપણ બદલાયું નથી. જમ્મુ પ્રદેશ વધુને વધુ આનો માર સહન કરી રહ્યો છે. એક રાષ્ટ્ર તરીકે આપણે સામૂહિક રીતે લડાઈ લડવી જોઈએ.”
પાર્ટીના સાંસદ જયરામ રમેશે કહ્યું કે છેલ્લા 78 દિવસમાં એકલા જમ્મુમાં 11 આતંકી હુમલા થયા છે. ત્યારે સવાલ કરવો જોઈ કે સ્વયં-અભિષિક્ત બિન-જૈવિક વડા પ્રધાન અને સ્વયં-ઘોષિત ચાણક્ય દ્વારા કરવામાં આવેલા તે બધા મોટા દાવાઓનું શું થયું?