કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જૂતાની કિંમત જાણીને હોંશ ઉડી જશે…
નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ફરી એકવાર તેમની ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં આવ્યા છે. હાલમાં તેમનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રાહુલ ગાંધીની તસવીર વાઈરલ થવાનું કારણ તેમના શૂઝ છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી દ્વારા પહેરવામાં આવેલા જૂતાની કિંમત હજાર-બે હજાર નહીં પરંતુ ત્રણ લાખ રૂપિયા છે.
આ જ તસવીર શેર કરતી વખતે @gaurish_1985 નામના યુઝરે લખ્યું હતું કે- રાહુલ ગાંધીના શૂઝની કિંમત જાણો. તે આખો દિવસ અદાણી અંબાણીની ટીકા કરવામાં વિતાવે છે અને મોદીજીને મૂડીવાદીઓના મિત્ર કહે છે. પણ શું તેને સોરોસના પૈસાથી આવા મોંઘા ચંપલ મળે છે?
આ પણ વાંચો: રાહુલ ગાંધીની ગાંધીગીરીઃ રાજનાથ સિંહ પાસે દોડીને આવ્યા ને…
આવા તો અનેક સોશિયલ મીડિયા યુઝર્સ રાહુલ ગાંધીની ટીકા કરી રહ્યા છે. અને કદાચ તેઓ સાચા પણ હોય તો પણ તેમા કંઇ બહુ મોટી વાત નથી. ભારતમાં, સાંસદોનો દર મહિને પગાર અને ભથ્થાં 1 લાખ રૂપિયાથી વધુ છે. આવી સ્થિતિમાં, એક ઉચ્ચ પરિવારમાંથી આવતા રાહુલ ગાંધી માટે આટલી કિંમતના જૂતા પહેરવા એ કોઈ મોટી વાત નથી. તેમ છતાં ઘણા લોકોએ રાહુલ ગાંધીના જૂતાની કિંમતને લઈને ભારે હોબાળો કર્યો હતો.
જોકે, આ પહેલી વાર નથી જ્યારે રાહુલ ગાંધી તેમના પોશાકને કારણે લોકોના નિશાના પર આવ્યા હોય. ભૂતકાળમાં આવું ઘણી વાર બન્યું છે. આશરે છ વર્ષ પહેલા મેઘાલય ભાજપે તેમના જેકેટ માટે તેમને નિશાન બનાવ્યા હતા. ત્યારે ભાજપે તેમના જેકેટની કિંમત 60 હજાર રૂપિયા જણાવી હતી તાજેતરમાં ભારત જોડો યાત્રામાં તેમના મોંઘા ટિશર્ટ માટે તેઓ લોકોની ટીકાનો ભોગ બન્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ‘તેમની બરબેરી બ્રાન્ડ ટી-શર્ટની કિંમત 41 હજાર રૂપિયા છે.’ એટલે કે રાહુલ ગાંધી મોંઘા કપડાં પહેરીને સામાન્ય માણસની વાત કરે છે.
આ પણ વાંચો: જલેબી વાળા નિવેદન પર ભાજપે રાહુલ ગાંધીની મજાક ઉડાવી, રાહુલે વિગતવાર જવાબ આપ્યો
નોંધનીય છે કે સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન ગુરુવારે ગૃહની અંદર અને બહાર ધક્કામુક્કી અને ભારે હોબાળો થયો હતો. ગુરુવારે સવારે સંસદ સંકુલમાં થયેલી ધક્કામુક્કીમાં ઓડિશાના બાલાસોરના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા હતા અને તેમણે તેના માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા. ભાજપના સાંસદોએ તેમની સામે વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.