રાહુલ ગાંધીએ કરી આરક્ષણ ખતમ કરવાની વાત તો ભડક્યા માયાવતી, કહ્યું કે…
અનામત ખતમ કરવાની હિમાયત કરીને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફસાઇ ગયા છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ અમેરિકામાં અનામતને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર નિશાન સાધ્યું છે.
આ પણ વાંચો : અમેરિકામાં Rahul Gandhi નું મોટું નિવેદન, કહ્યું જો નિષ્પક્ષ ચૂંટણી યોજાઇ હોત તો ભાજપને 246 બેઠક જ મળત
માયાવતીએ કહ્યું છે કે કોંગ્રેસ અનામત ખતમ કરવાનું ષડયંત્ર કરી રહી છે.
બસપા સુપ્રીમોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે રાહુલ ગાંધીના નાટકથી સાવધાન રહેવાની જરૂર છે. માયાવતીએ કહ્યું હતું કે કેન્દ્રમાં લાંબા સમય સુધી સત્તામાં હોવા છતાં કોંગ્રેસ પાર્ટીની સરકારે ઓબીસી આરક્ષણનો અમલ નથી કર્યો. દેશમાં જાતિ ગણતરી કરાવનાર આ પાર્ટી હવે તેની આડમાં સત્તામાં આવવાના સપના જોઈ રહી છે. તેમના નાટકથી વાકેફ રહેવાની જરૂર છે. આ પાર્ટી ભવિષ્યમાં ક્યારેય જાતિની વસતી ગણતરી નહીં કરાવે.
રાહુલ ગાંધીએ અમેરિકાની ધરતી પરથી જણાવ્યું હતું કે ભારત જ્યારે સારી સ્થિતિમાં આવશે, ત્યારે તેઓ SC, ST, OBC માટે અનામત ખતમ કરી દેશે. માયાવતીએ રાહુલ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે આના પરથી એ સાબિત થાય છે કે કૉંગ્રેસ વર્ષોથી અનામત ખતમ કરવાના ષડયંત્રમાં લાગેલી છે. SC, ST, OBC વર્ગના લોકોએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા આ નિવેદનથી સાવધ રહેવું જોઈએ, કારણ કે આ પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવતાં જ આ નિવેદનની આડમાં તેમનું આરક્ષણ નિશ્ચિતપણે ખતમ કરી દેશે.
1. केन्द्र में काफी लम्बे समय तक सत्ता में रहते हुए कांग्रेस पार्टी की सरकार ने ओबीसी आरक्षण को लागू नहीं किया और ना ही देश में जातीय जनगणना कराने वाली यह पार्टी अब इसकी आड़ में सत्ता में आने के सपने देख रही है। इनके इस नाटक से सचेत रहें जो आगे कभी भी जातीय जनगणना नहीं करा पाएगी।
— Mayawati (@Mayawati) September 10, 2024
માયાવતીએ એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસની વિચારસરણી શરૂઆતથી જ હંમેશા અનામત વિરોધી રહી છે. જ્યાં સુધી દેશમાંથી જાતિવાદ સંપૂર્ણ રીતે નાબૂદ ન થાય ત્યાં સુધી અનામત ચાલુ રાખવી જરૂરી છે.
આ પણ વાંચો : Rahul Gandhi પર ભડક્યા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, કહ્યું દેશદ્રોહનો કેસ થવો જોઈએ
નોંધનીય છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપતાં અનામતને લઈને મોટું નિવેદન આપ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જાતિના આધારે અનામત ક્યાં સુધી ચાલુ રહેશે? તેના પર તેમણે કહ્યું કે કોંગ્રેસ ત્યારે જ અનામત ખતમ કરવા વિશે વિચારશે જ્યારે દેશમાં ન્યાય અને નિષ્પક્ષતા હશે. અત્યારે દેશમાં આવી સ્થિતિ નથી. દેશમાં આજે આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને OBCને પણ લગભગ એટલી જ રકમ મળે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી નથી મળી રહી. દેશના 90 ટકા લોકોને સમાન તકો નથી મળી રહી. બિઝનેસ લીડરોની યાદીમાં પણ આદિવાસી કે દલિત, ઓબીસી જોવા નથી મળતા.