દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા, કહ્યું લડાઇ ચાલુ રહેશે... | મુંબઈ સમાચાર

દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા, કહ્યું લડાઇ ચાલુ રહેશે…

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામોમાં(Delhi Election Result)ભાજપે બહુમતી મેળવી છે. જ્યારે આમ આદમી પાર્ટી સત્તામાંથી બહાર થઈ ગઈ છે. ભાજપે દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી 48 બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટી માત્ર 22 બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસને સતત ત્રીજી વખત દિલ્હીના લોકોએ જાકારો આપ્યો છે. કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી. જ્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું દિલ્હી ચૂંટણી પરિણામો અને કોંગ્રેસના પ્રદર્શન પર નિવેદન આવ્યું છે.

Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

દિલ્હીની પ્રગતિ માટે લડાઇ ચાલુ રહેશે

દિલ્હી ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીએ કહ્યું, ” અમે દિલ્હીના જનાદેશને નમ્રતાપૂર્વક સ્વીકારીએ છીએ. રાજ્યના તમામ કોંગ્રેસ કાર્યકરોનો તેમના સમર્પણ અને તમામ મતદારોનો તેમના સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર. પ્રદૂષણ, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ દિલ્હીની પ્રગતિ અને દિલ્હીવાસીઓના અધિકારો માટે ચાલુ રહેશે.”

Also read : હાર સ્વીકારતા કેજરીવાલે શું કહ્યુંઃ જાણો નેતાઓની પ્રતિક્રિયાઓ…

કોંગ્રેસને 6.4 ટકા મત મળ્યા

ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે અને 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પાછી આવી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. દિલ્હીની 70 માંથી 67 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે. જોકે, કોંગ્રેસે પોતાનો મત હિસ્સો બે ટકાથી વધુ વધ્યો છે. તેને લગભગ 6.4 ટકા મત મળ્યા છે. જ્યારે વર્ષ 2020 ની વિધાનસભા ચૂંટણીમાં 4.26 ટકા મત મળ્યા હતા.

સંબંધિત લેખો

Back to top button