રાહુલ ગાંધીએ પુણેની કોર્ટમાં કહ્યું, મારા જીવને જોખમ, રક્ષણ આપો...

રાહુલ ગાંધીએ પુણેની કોર્ટમાં કહ્યું, મારા જીવને જોખમ, રક્ષણ આપો…

પુણે : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે પુણેની એક અદાલતમાં તેમના જીવને જોખમ હોવાની અરજી કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સાવરકર પર કરેલી ટીપ્પણી બાદ જીવનું જોખમ વધ્યું છે. તેમજ ગોડસેના વંશજોથી રક્ષણ આપવાની માગ કરી છે.

તેમણે સાવરકર અંગેના માનહાનિ કેસમાં આ અરજી કરી છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરીને નિવેદન કર્યું હતું કે ઈતિહાસને પુનરાવર્તિ કરવાની મંજુરી ના આપવી જોઈએ.

જીવનું જોખમ વધ્યું
રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, હાલમાં તેમણે અનેક રાજકીય મુદ્દાઓ ઉઠાવ્યા છે. તેમજ પહેલા સાવરકર પર ટીપ્પણીઓ કરી હતી. જેના લીધે તેમના જીવનું જોખમ વધ્યું છે. આ કેસમાં ફરિયાદી નાથુરામ ગોડસેના સીધા વંશજ છે. તેમજ ફરિયાદીનો પરિવાર હિંસા અને ગેરબંધારણીય પ્રવુતિઓમાં જોડાયા હોવાના પુરાવા છે.

ફરિયાદીના પરિવારનો ગુનાહિત ઈતિહાસ
રાહુલ ગાંધીએ કહ્યું કે, મને આશંકા છે કે તે મને નુકસાન પહોંચાડી શકે છે. મને ખોટા કેસમાં ફસાઈ શકે છે અથવા અન્ય રીતે મને નિશાન બનાવી શકે છે. તેમજ ફરિયાદીના પરિવારનો ગુનાહિત ઈતિહાસ છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરીને નિવેદન કર્યું હતું કે ઈતિહાસને પુનરાવર્તિ કરવાની મંજુરી ના આપવી જોઈએ.

ભાજપ તરફથી તેમને બે ધમકી મળી
આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે, વોટ ચોરીના આરોપો બાદ તેમનો રાજકીય વિરોધ વધ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ તરફથી તેમને બે ધમકી મળી છે. જેમાં કેન્દ્રીય મંત્રી રવીનીત સિંહ બિટ્ટુએ તેમને દેશના નંબર વન આતંકવાદી કહ્યા હતા. જયારે ભાજપના નેતા તરવિંદર સિંહ મારવાહે પણ તેમને ધમકી આપી હતી.

રાહુલ ગાંધીએ અદાલતને આગ્રહ કર્યો કે, તેમના જીવના જોખમના નિવેદનને ગંભીરતાથી લેવામાં આવે. કારણ કે તેમના જીવનું જોખમ વાસ્તવિક અને ગંભીર છે.

વીર સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરે કહ્યું અરજીનું કોઈ મહત્વ નહી
જયારે આ અંગે વીર સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરે કહ્યું કે આ અરજી પહેલા દાખલ કરવામાં આવી હતી. પરંતુ રાહુલ ગાંધી જાણીબુઝીને વિલંબ કરી રહ્યા છે. રાહુલ ગાંધીનું આ પગલું સમગ્ર રીતે ખોટું છે. આ અંગે કોર્ટ પહેલા પણ કહી ચુકી છે
કે આ કેસની સુનવણી માટે રાહુલ ગાંધીની વ્યકિતગત હાજરી જરૂરી નથી. તેમ છતાં કાર્યવાહીમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેમની આ અરજી આ કેસ સાથે સંકળાયેલી નથી અને તેનું કોઈ મહત્વ નથી.

આ પણ વાંચો…રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના ક્યા આદેશ સામે લીધો વાંધો ? શું કરી ટીકા ?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button