Rahul Gandhiએ USAમાં ચીનના વખાણ કર્યા, બાંગ્લાદેશ વિષે પણ કહી આ વાત

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ યુએસના પ્રવાસે (Rahul Gandhi in USA) છે. તેમણે ટેક્સાસના ડલ્લાસ(Dallas)માં એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા, આ દરમિયાન તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા, સાથે સાથે ચીનના વખાણ પણ કર્યા હતાં. રાહુલ ગાંધીએ રોજગારના મુદ્દે ચીન(China)ના વખાણ કર્યા હતાં . તેમણે કહ્યું કે ભારત અને પશ્ચિમી દેશોમાં રોજગારની સમસ્યા છે પરંતુ ચીનમાં એવું નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે પશ્ચિમી દેશોમાં રોજગારની સમસ્યા છે, ભારતમાં રોજગારની સમસ્યા છે પરંતુ વિશ્વના ઘણા દેશોમાં રોજગારની સમસ્યા નથી. ચીનમાં રોજગારની કોઈ સમસ્યા નથી. વિયેતનામમાં રોજગારની કોઈ સમસ્યા નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમેરિકા 1940, 50 અને 60ના દાયકામાં ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર હતું. કાર, વોશિંગ મશીન, ટીવી બધું અમેરિકામાં બનતું. પછી ઉત્પાદન કોરિયા, જાપાન અને પછી ચીનમાં થવા લાગ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે ચીન વૈશ્વિક ઉત્પાદન પર પ્રભુત્વ જમાવી રહ્યું છે. અમેરિકા, યુરોપ અને ભારતે ઉત્પાદનનો વિચાર છોડી દીધો છે અને તેને ચીનને સોંપી દીધો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતે ઉત્પાદન અને આયોજન અંગે વિચારવું પડશે. આપણે લોકશાહીના વાતાવરણમાં કેવી રીતે ઉત્પાદન કરવું તે વિચારવું પડશે. જ્યાં સુધી આપણે એવું નહીં કરીએ, ત્યાં સુધી આપણે ઉચ્ચ સ્તરની બેરોજગારીનો સામનો કરવો પડશે.
રાહુલ ગાંધીએ અમેરિકામાં બાંગ્લાદેશ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશે ભારતને ટેક્સટાઇલ સેક્ટરમાં પછાડ્યું. ત્યાં ગમે તેટલી સમસ્યાઓ ચાલી રહી હોય, તેઓ ટેક્સટાઈલમાં ભારતથી આગળ છે.
Also Read –