નવી દિલ્હી: રાહુલ ગાંધીને લોકસભાનું સભ્યપદ ફરી આપવાના નોટિફિકેશન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, આજે સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. આ સાથે કોર્ટે અરજદાર પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે અરજદાર વકીલ અશોક પાંડેને ઠપકો પણ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આવી અરજીઓથી માત્ર કોર્ટ પર જ નહીં પરંતુ રજિસ્ટ્રી પર પણ બોજ પડે છે.
અરજીમાં રાહુલ ગાંધીને વાયનાડના સાંસદ તરીકે ફરી લોકસભામાં ફરી સદસ્યતા મળવાની લોકસભા સચિવાલયની સૂચનાને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. એડવોકેટ અશોક પાંડેએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે એકવાર સંસદ અથવા વિધાનસભાના સભ્ય કાયદા હેઠળ તેમનું પદ ગુમાવે છે, તો તેને આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી તે ગેરલાયક રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં એનસીપી નેતા મોહમ્મદ ફૈઝલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાના નિર્ણયને પડકારતી અરજીના મામલામાં પણ સુપ્રીમ કોર્ટે વકીલ અશોક પાંડેને દંડ ફટકાર્યો હતો અને અરજીને પણ ફગાવી દીધી હતી. અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે વકીલ અશોક પાંડે પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
અગાઉ, બોમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને શપથ લેતી વખતે ‘હું’ ન બોલવા બદલ ફરીથી શપથ લેવાની માંગ કરતી પીઆઈએલ પર, સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે આદેશ આપ્યો હતો કે અશોક પાંડેની આ પીઆઈએલ લોકોનું ધ્યાન ખેંચવાના ઈરાદાથી દાખલ કરવામાં આવી છે, સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે કરવામાં આવી છે. આવી અરજી દાખલ કરવા બદલ કોર્ટે અગાઉ અશોક પાંડેને દંડ ફટકાર્યો હતો.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ