શા માટે રાહુલ ગાંધીએ કહ્યું કે “….કોઈપણને મળવાનો અમને અધિકાર છે”

નવી દિલ્હી: વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારના સંસદ ભવનના રિસેપ્શન એરિયામાં જઈને માછીમારોના એક પ્રતિનિધિ મંડળને અને રાઈટ ટુ ફૂડ ડેલિગેશનની સાથે મુલાકાત કરી હતી. જેને લઈને કોંગ્રેસે આરોપ કર્યો હતો કે માછીમારોના પ્રતિનિધિમંડળને મળવાના હતા, પરંતુ તેમને સંસદમાં પ્રવેશવા માટે પાસ આપવામાં આવ્યો ન હતો. કોંગ્રેસે આરોપ કર્યો છે કે શું દેશના ખેડૂતો, માછીમારો અને સામાન્ય લોકો સંસદમાં ન જઈ શકે?
જેને લઈને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘અમારો હક બને છે કે અમે કોઈને પણ મળી શકે, પરંતુ તેઓ રોકી દે છે. માછીમારોનો શ્રીલંકાને લઈને એક મુદ્દો છે. મે ખેડૂતોના પ્રશ્નને લઈને જ્યારે સંસદમાં વાત કરી ત્યારે મને સંસદમાં બોલવાથી રોકવામાં નથી આવતો તેવું કહેવાયું પરંતુ તેમ છતાં મને રોકવામાં આવ્યો. હવે મારી જિંદગી ઘણી મુશ્કેલ થઈ રહી છે. પહેલા તો લોકોને હું ત્યાં જ મળી લેતો હતો પણ હવે તેમને મળવા માટે બહાર આવવું પડે છે.
આ મામલે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ સંસદ ભવનના રિસેપ્શન એરિયામાં જતા હતા તે સમયે કહ્યું કે, “વિદ્યાર્થીઓનું પ્રતિનિધિમંડળ હજુ સુધી સંસદમાં પ્રવેશી શક્યું નથી અને વિપક્ષના નેતા સાથે તેની મુલાકાત નથી થઈ. રાહુલ ગાંધીને હવે તેમને મળવા જઈ રહ્યા છે. કારણ કે તેમનો ભારત જોડો યાત્રાનો સંકલ્પ ચાલુ છે.
અગાઉ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે સંસદ ભવન ખાતે તેમના કાર્યાલયમાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધિમંડળને મળ્યા હતા, જેમાં સયુંક્ત કિસાન મોરચાના 11 સભ્યો હાજર રહ્યા હતા. ખેડૂતોના પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ ખેડૂતો માટે MSPની કાયદાકીય ગેરંટી અને દેવાની ઋણમુક્તિ જેવા મુદ્દાઓ પર વાત કરી.