રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત; X પર ભાવુક વીડિયો પોસ્ટ કર્યો, PM મોદીને આવી વિનંતી કરી
નવી દિલ્હી: ગત વર્ષે મે મહિનાથી મણીપુરમાં શરુ થયેલી હિંસા (Manipur Violence) હજુ સુધી શાંત નથી થઇ શકી. વિપક્ષ મણીપુરમાં શાંતિ સ્થાપવા માટે સતત માંગ કરી રહ્યું છે. હિંસા શરુ થયા બાદથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ સુધી એક પણ વાર મણીપુરની મુલાકાત નથી લીધી. ત્યારે થોડા દિવસો પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ત્રીજીવાર મણીપુરની મુલાકાતે ગયા ગતા. મણિપુરમાં રાહત શિબિરોની તેમની મુલાકાતનો એક વીડિયો આજે ગુરુવારે ‘X’ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હિંસાગ્રસ્ત રાજ્યની મુલાકાત લેવા વિનંતી કરી.
પાંચ મિનિટના વીડિયોમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ધ્યાન દોર્યું કે મણિપુર હજુ પણ તકલીફમાં છે. રાહુલ ગાંધીએ વીડિયો શેર કરતા લખ્યું કે, “ઘરો સળગી રહ્યાં છે, નિર્દોષ જીવન જોખમમાં છે અને હજારો પરિવારો રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર છે.”
મે 2023 માં હિંસા ફાટી નીકળ્યા પછી રાહુલ ગાંધીની મણિપુરની આ ત્રીજી મુલાકાત હતી. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રીતે રાજ્યની મુલાકાત લેવા, લોકોની સમસ્યાઓ સાંભળવા અને શાંતિની અપીલ કરવા વિનંતી કરી છે.
X પર પોસ્ટ કરવામાં આવેલા વિડીયોમાં, રાહુલ ગાંધી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે વાત કરતા અને તેમને સાંત્વના આપતા જોવા મળે છે.
વીડિયોમાં મણિપુરના જીરીબામ રાહત શિબિરની એક મહિલા રાહુલ ગાંધીને કહે છે કે તેની દાદી હજુ પણ હિંસાગ્રસ્ત સ્થળે ફસાયેલી છે અને તેમના વિષે કઈ સમાચાર નથી. આસામના થલાઈમાં એક રાહત શિબિરમાં, એક મહિલાએ કહ્યું કે તબીબી બેદરકારીને કારણે તેણે ભાઈ ગુમાવ્યો. તેના ભાઈએ જીવ ગુમાવ્યો કારણ કે સરકાર તરફથી પૂરતી તબીબી સંભાળ ઉપલબ્ધ ન હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કેમ્પમાં દવાઓની મદદ કરશે. તેમણે મણિપુરના ચુરાચંદપુરમાં એક રાહત શિબિરમાં કહ્યું “જો સરકાર સંઘર્ષ સમાપ્ત કરવા ઈચ્છે, તો તે ખૂબ જ ઝડપથી સમાપ્ત કરી શકે છે.”
રાહુલ ગાંધીએ મોઇરાંગ રાહત શિબિરમાં રહેવાસીઓને કહ્યું કે “હું મુદ્દો ઉઠાવી શકું છું અને સરકાર દબાણ લાવી શકું છું. પરંતુ તમે તમારા ઘરે પરત ક્યારે ફરસો એની ખાતરી આપી શકતો નથી. કારણ કે તે પ્રશ્નનો જવાબ સરકાર આપશે. આગામી લોકસભા સત્રમાં, હું તમારા માટે વાત કરીશ.”
Also Read –