ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ ગાંધી હાજીર હો… સેના પર કરેલી ટિપ્પણી મુદ્દે 24 માર્ચે થશે સુનાવણી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) દરમિયાન ભારતીય સૈનિકોને (Indian Army) લઈ આપેલા નિવેદન મુદ્દે કોર્ટનું તેડું આવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 24 માર્ચ, 2025ના રોજ થશે. ઉત્તર પ્રદેશની લખનઉ કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે.

કોણે કરી હતી ફરિયાદ

રાહુલ ગાંધી સામે ફરિયાદ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના પૂર્વ ડાયરેક્ટર ઉદય શંકર શ્રીવાસ્તવ તરફથી વકીલ તિવારીએ ગાંધી સામે માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી.

વિવેક તિવારીએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ 16 ડિસેમ્બર 2022ના રોજ ભારત જોડો યાત્રા દરમિયાન કથિત અપમાનજનક ટિપ્પણી કરી હતી. મીડિયા સાથે વાત કરતાં તેણે ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા ઘર્ષણને લઇ આપત્તિનજક વાત કરી હતી. વકીલે કહ્યું કે, રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન આપેલું નિવેદન અપમાનજનક અને બદનામ કરનારું હતું.

Also read: મહાકુંભમાં રાહુલ ગાંધીની હિંદુ ધર્મમાંથી બહિષ્કાર કરવાની માગ ઉઠી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, લોકો ભારત જોડો યાત્રા દરમિયાન ખૂબ પૂછશે પરંતુ ચીની સૈનિકોએ આપણા સૈનિકો સાથે કરેલી મારપીટ અંગે એક પણ વખત નહીં પૂછે. ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા ઘર્ષણ બાદ 12 ડિસેમ્બરે ભારતીય સેનાએ સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું કે, ચીનની સેના ભારતીય સરહદમાં ઘૂસી હતી. જેનો ભારતીય સેનાએ સણસણતો જવાબ આપતાં ચીનની સેના પરત તેના વિસ્તારમાં જતી રહી હતી. બંને પક્ષોના સૈનિકોને સામાન્ય ઈજા થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button