નેશનલવિધાનસભા સંગ્રામ

રાહુલ ગાંધી જ કોંગ્રેસ માટે છે સૌથી મોટી પનોતી… જાણો કોણે કહ્યું આવું?

નવી દિલ્હીઃ ચાર રાજ્યના ચૂંટણીના પરિણામો બાદ હવે ભાજપના નેતા સી.ટી રવિએ રાહુલ ગાંધીને કોંગ્રેસ માટે સૌથી મોટી પનોતી ગણાવી હતી. તેમણે આ બાબતની એક પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર કરી હતી અને તેમણે આ પોસ્ટમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ટેગ પણ કર્યા હતા.

પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાંથી ચાર રાજ્યના પરિણામો આજે આવશે જ્યારે મિઝોરમનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપના નેતાએ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને ઘેર્યા હતા. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપના નેતાએ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને કોંગ્રેસ માટે સૌથી મોટી પનોતી ગણાવ્યા હતા.

ભાજપના નેતા સીટી રવિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને એવો સવાલ કર્યો હતો કે હવે બોલો જોઈએ સૌથી મોટું પનૌતી કોણ છે? કોઈ આઈડિયા? સીટી રવિએ આ પોસ્ટમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ બંનેને ટેગ કર્યા છે. આ ટ્વીટ બાદ સીટી રવિએ તરત જ એક બીજું ટ્વીટ પણ કરી હતી. તેમણે પોતાના બીજા ટ્વીટ જણાવ્યું હતું કોંગ્રેસની આ હાર બાદ પનોતી વેકેશન પર ક્યાં જશે?

ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલાં જ પ્રિયાંક ખરગેએ સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાનો પ્રયાસ કરતાં પોસ્ટ કર્યો હતો કે દરેક જગ્યા પર પીએમ મોદીની જગ્યા પર ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના ફોટો જોવા મળી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે ભાજપ આવતીકાલે ચૂંટણી હારવાની છે. સીટી રવિએ ચૂંટણીના પરિણામો બાદ પ્રિયાંક ખરગેની આ પોસ્ટ પર પણ પલટવાર કર્યો હતો અને કહ્યું હતું કે હવે આની ઉપર તમારું શું કહેવું છે?

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પનોતી શબ્દનો પ્રયોગ કર્યો હતો. અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ પીએમ મોદીને પનોતી કહીને તેમના પર હારનું ઠીકરું ફોડ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button