રાહુલ ગાંધી બાલિશ વર્તન કરી રહ્યા છે, તેનાથી કોંગ્રેસને નુકસાન થશે: પ્રફુલ્લ પટેલ

નાગપુર : એનસીપીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલે શુક્રવારે ઓપરેશન સિંદૂર અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકર પર આક્ષેપો કરવા બદલ રાહુલ ગાંધીની ટીકા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા પગલાં આખરે કોંગ્રેસને નુકસાન પહોંચાડશે.
ગાંધીએ શુક્રવારે દાવો કર્યો હતો કે ભારતની વિદેશ નીતિ “તૂટી ” પડી છે અને જયશંકરને સમજાવવા કહ્યું કે ભારતે પાકિસ્તાન સાથે શા માટે સમજૂતી કરી અને કોણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બે દક્ષિણ એશિયાઈ પડોશીઓ વચ્ચે “મધ્યસ્થી” કરવા કહ્યું હતું.
આપણ વાંચો: સગી માતાએ દીકરીનું ઢીમ ઢાળ્યું! પોસ્ટમોર્ટમમાં થયો ચોંકાવનારો ખુલાસો…
ગાંધીએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ભારતની પ્રતિષ્ઠા સાથે સમાધાન કરવાનો આરોપ મૂક્યો હતો અને તેમને પૂછ્યું હતું કે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી રોકવા માટે સંમત થઈને તેમણે રાષ્ટ્રના હિતોનું બલિદાન કેમ આપ્યું.
આ સંદર્ભમાં મીડિયા સાથે વાત કરતા પટેલે કહ્યું, “આપણા દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના એક મહત્વપૂર્ણ નેતા આવી બાલિશ વાતો કરે છે જે સશસ્ત્ર દળો અને પીએમ મોદીનું મનોબળ તોડે છે. જ્યારે મોટાભાગના પક્ષો આતંકવાદ અને ઓપરેશન સિંદૂર પર ભારતના દૃષ્ટિકોણને સમજાવવા માટે વિવિધ દેશોમાં જઈ રહેલા પ્રતિનિધિમંડળનો ભાગ છે, ત્યારે ગાંધી આટલી તુચ્છ રીતે વાત કરી રહ્યા છે, આવી વાતોથી ફક્ત કોંગ્રેસ અને રાહુલ ગાંધીને જ નુકશાન થશે,એમ અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પટેલે જણાવ્યું હતું.
(પીટીઆઈ)