નેશનલ

Rahul Gandhiને પણ લાગી ગઈ લૂ, માથા પર પાણીની બોટલ રેડી બોલ્યા કે…

દેવરિયાઃ કોંગ્રેસના સાંસદ નેતા રાહુલ ગાંધી છેલ્લા તબક્કાના મતદાન માટે જોર લગાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં પ્રચારનો દોર તેમણે સંભાળ્યો છે, પરંતુ દરેક નેતાઓની જેમ તેમને પણ ગરમીનો પ્રકોપ સહન કરવો પડ્યો છે. મંગળવારે યુપીના દેવરિયામાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તેમને આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. તેમના સંબોધન દરમિયાન, તેમણે બોટલમાંથી પાણી પીધું અને શ્રોતાઓને કહ્યું, ગરમી પૂરતી છે. આ પછી તેણે પોતાના માથા પર બોટલમાંથી પાણી રેડ્યું જેના કારણે પ્રેક્ષકો તાળીઓ પાડવા લાગ્યા.


રાહુલ ગાંધી બાંસગાંવ (અનામત) લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સદલ પ્રસાદ માટે મત માંગી રહ્યા હતા. આ લોકસભા બેઠકમાં ગોરખપુર જિલ્લાના ચૌરી-ચૌરા, બાંસગાંવ અને ચિલ્લુપરના વિધાનસભા મતવિસ્તારો અને દેવરિયા જિલ્લાના રુદ્રપુર અને બરહાજના વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે.


બાંસગાંવ લોકસભા બેઠક પરથી આઠ ઉમેદવારો મેદાનમાં છે અને મુખ્ય ચૂંટણી મુકાબલો આઉટગોઇંગ સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કમલેશ પાસવાન અને કોંગ્રેસના સદલ પ્રસાદ વચ્ચે છે. આ બેઠક પર 1 જૂને મતદાન થવાનું છે.


જોકે એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી હોવાથી ગરમીનું વાતાવરણ રહ્યું છે. આની અસર નેતાઓ કરતા મતદારો પર વધારે પડી છે. મતદારો ગરમીને લીધે મત દેવા બહાર નીકળ્યા જ નથી. છેલ્લા છ તબક્કાના મતદાનમાં એકંદરે નિરાશાજનક માહોલ રહ્યો છે.


સમગ્ર ઉત્તર ભારતમાં આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીના કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બની છે. હવામાન વિભાગે પહેલાથી જ લોકોને હીટવેવને લઈને એલર્ટ જાહેર કરી દીધું છે. હવામાન વિભાગે 29 એપ્રિલે થનારી હીટવેવને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.


યુપીના 10થી વધુ જિલ્લાઓમાં હીટવેવનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમાં મથુરા, આગ્રા, ફિરોઝાબાદ અને ઈટાવાના નામ પણ છે. આ સિવાય ઔરૈયા, જાલૌન અને હમીરપુર માટે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહોબા, ઝાંસી, લલિતપુર અને તેની આસપાસના વિસ્તારોના લોકોએ પણ સતર્ક રહેવું જોઈએ

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button