નેશનલ

ઝારખંડમાં રાહુલનું હેલિકોપ્ટર રોક્યું, કૉંગ્રેસે ભાજપ પર કર્યા આવા આક્ષેપો…

ગોડ્ડાઃ ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન 20મી નવેમ્બરે છે ત્યારે પ્રચારના ઘોંઘાટ વચ્ચે નેતાઓની હુંસાતૂંસીનો ઘોંઘાટ શમતો નથી. મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચ દ્વારા બેગ ચેક થતા હોબાળો થયો છે ત્યારે હવે ઝારખંડમાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીનું ચૉપર અટકાવ્યાનો આક્ષેપ થયો છે.

આ પણ વાંચો : ભાજપના પ્રચાર માટે પહોંચ્યા મશહૂર…..

ઝારખંડ ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીના ચૉપરને ગોડ્ડા ખાતે અટકાવવામાં આવ્યું છે.

ATSએ તેમના હેલિકોપ્ટરને ઉડાન ભરવાની પરવાનગી આપી નથી. તેમના હેલિકોપ્ટરને હેલિપેડ પરથી ટેકઓફ કરવાની મંજૂરી મળી નથી અને રાહુલનું હેલિકોપ્ટર અડધા કલાકથી વધુ સમયથી ત્યાં ઊભું છે. કોંગ્રેસે આ માટે ભાજપને જવાબદાર ગણાવ્યું છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી. ગાંધીનું હેલિકોપ્ટર ગોડ્ડાના બેલબડ્ડા ખાતે રોકાયું છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ભાજપની આ નીતિને વખોડી છે.

દરમિયાન ગાંધીનું હેલિકોપ્ટર રાહ જોઈ રહ્યું હોવાના ફૂટેજ સોશિયલ મડિયામાં વાયરલ થયા છે. રાહુલ ગાંધી હેલિકોપ્ટરની અંદર બેઠા છે અને ગોડ્ડાથી નીકળવાની રાહ જોઈ રહ્યા છે. રાહુલ ગાંધીની સુરક્ષા માટે તૈનાત કર્મચારીઓ પણ હેલિપેડની આસપાસ ઉભા છે.

આ પણ વાંચો : દિલ્હીમાં ભાજપને ફટકોઃ ‘આપ’નો દબદબો યથાવત, મહેશ ખીંચી બન્યા મેયર

ઝારખંડમાં પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે થયું હતું, જેમાં 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન થયું હતું. હવે બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થવાનું છે, જેમાં 38 બેઠકો પર મતદાન થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button