Rahul Gandhi’s Helicopter searched: તમિલનાડુમાં ચૂંટણી અધિકારીઓ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લીધી

લોકસભા ચૂંટણી 2024(Loksabha election) માટેના પહેલા ચરણના મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. ત્યારે દરેક રાજકીય પક્ષ પ્રચાર માટે પૂરી તાકાત લગાવી રહો છે. એવામાં મળતી જાણકારી મુજબ આજે સોમવારે તમિલનાડુ(Tamilnadu)માં ચૂંટણી અધિકારીઓએ રાહુલ ગાંધી(Rahul Gandhi)ના હેલિકોપ્ટરની તલાશી લીધી હતી.
રાહુલ ગાંધી કર્ણાટકના મૈસૂરથી તમિલનાડુના નીલગિરિ(Nilgiri) સુધી હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરી હતી. તેમનું હેલીકોપ્ટર નીલગિરિમાં ઉતરતાની સાથે જ ચૂંટણી પંચ અધિકારીઓએ હેલીકોપ્ટરની તલાશી લીધી હતી. રાહુલ ગાંધી અહીંથી તેમના સંસદીય મતવિસ્તાર કેરલના વાયનાડ જઈ રવાના થવાના હતાં. જ્યાં તેઓ જાહેર સભા સહિત અનેક પ્રચાર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાના છે. વાયનાડમાં 26 એપ્રિલની મતદાન યોજવાનું છે.
અહેવાલ મુજબ, “હેલિકોપ્ટર ઉતર્યા પછી ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી”
ગઈ કાલે તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીની પ્રચાર યાત્રા પહેલા કોલકાતાના બેહાલા ફ્લાઈંગ ક્લબમાં પ્રીફ્લાઇટ ચેકિંગ હેઠળના હેલિકોપ્ટરની ઇન્કમ ટેક્સ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. ટીએમસીએ આ સર્ચને EC અને BJP વચ્ચેના સાંઠબંધ ગણાવી હતી.
I-T વિભાગે આવી કોઈપણ શોધ અથવા એન્ફોર્સમેન્ટ કાર્યવાહી કર્યા હોવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ એક અહેવાલ મુજબ બેહાલા ફ્લાઈંગ ક્લબ ખાતે હેલિકોપ્ટરના આગમનની માહિતી એકત્રિત કરવા માટે એક આઈટી ટીમને નિયમિત ચેકિંગ માટે મોકલવામાં આવી હતી.