નેશનલ

ભારતીય સેના માનહાનિ કેસ: રાહુલ ગાંધીને લખનઉ કોર્ટમાંથી જામીન મળ્યા

લખનઉ: એમપી-એમએલએ કોર્ટે ભારતીય સૈનિકો વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી મામલે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. કોર્ટે ₹ 20,000ના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન આપેલા નિવેદનને લઈને નોંધાયેલા આ કેસમાં અગાઉની પાંચ સુનાવણીમાં હાજર રહ્યા ન હતા. મંગળવારે તેમણે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આલોક વર્મા સમક્ષ રૂબરૂ હાજર થઈને આત્મસમર્પણ કર્યું અને જામીન અરજી દાખલ કરી હતી.

જામીન અરજીને કોર્ટની મંજૂરી

અરજી કરનારનું કહેવું હતું કે રાહુલ ગાંધીની નિવેદન સેનાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડનારું છે અને તેનાથી દેશના સૈનિકોના મનોબળ પર નકારાત્મક અસર પડી શકે છે. કોર્ટ તરફથી બોલાવવામાં આવ્યા બાદ રાહુલ ગાંધી આજે વ્યક્તિગત રૂપથી કોર્ટ સમક્ષ હાજર થયા હતા. ઔપચારિક રૂપથી તેમણે હાજર થયા હતા ત્યાર બાદ તેમના વકીલે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે મંજૂરી આપી દીધી હતી. કોર્ટે ₹ 20,000ના બોન્ડ પર જામીન અરજી મંજૂર કરી હતી.

આ પણ વાંચો: રાહુલ ગાંધી હાજીર હો… સેના પર કરેલી ટિપ્પણી

અરજી સ્વીકારી અને મુક્ત કરવામાં આવ્યા

રાહુલ ગાંધીના વકીલ પ્રાંશુ અગ્રવાલે આ અંગેની માહિતી આપતા જણાવ્યુ હતું કે, એમપી-એમએલએ કોર્ટના ન્યાયાધીશે તેમની જામીન અરજી સ્વીકારી અને પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. કોર્ટના નિર્દેશ અનુસાર, જામીન બોન્ડ અને જામીનની રકમ જમા કરાવ્યા બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા. કોર્ટ હવે આગામી સુનાવણીમાં આ કેસમાં આગળની કાર્યવાહી કરશે.

એરપોર્ટ પર કોંગ્રેસ કાર્યકરોએ સ્વાગત કર્યું

રાહુલ ગાંધી આજે બપોરે એક વાગ્યે ચાર્ટર્ડ પ્લેનથી લખનઉ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર સેંકડો કોંગ્રેસ કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રભારી મહાસચિવ અવિનાશ પાંડે, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અજય રાય સહિત અનેક સાંસદોએ એરપોર્ટ પર તેમની આગેવાની લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button