કોંગ્રેસ અને ભાજપમાં શું તફાવત છે? રાહુલ ગાંધીએ IIT વિદ્યાર્થીઓના પ્રશ્નોના આવા જવાબ આપ્યા
ચેન્નઈ: રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી વિવિધ કોલેજોની મુલાકાત લઇને વિદ્યાર્થીઓને મળી રહ્યા છે, તેમના વિદેશ પ્રવાસો દરમિયાન પણ તેઓ યુનીવર્સીટીઝની મુલાકત લેતા હોય છે. રાહુલ ગાંધી હાલમાં ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી(IIT) મદ્રાસના વિદ્યાર્થીઓ સાથે વાતચીત (Rahul Gandhiat IIT Mdras)કરી હતી. આ દરમિયાન તેમણે સત્તા પક્ષ ભાજપની ખામીઓ પણ ગણાવી. તેમણે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના તફાવતની ચર્ચા કરી હતી.
રાહુલ ગાંધીએ આ વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યો. તેમણે કહ્યું કે, ‘મને તાજેતરમાં IIT મદ્રાસના કેટલાક ટેલેન્ટેડ યુવાનો સાથે વાત કરવાનો લહાવો મળ્યો. અમે સફળતાનો ખરેખર અર્થ શું છે તે શોધવાનો સાથે મળીને પ્રયાસ કર્યો. અમે ભારતના ભાવિને ઘડવામાં સંશોધન અને શિક્ષણની મહત્વની ભૂમિકા અને એક એવી પ્રોડક્શન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત અંગે ચર્ચા કરી હતી જે તમામ માટે ન્યાય, ઇનોવેશન અને તકને મહત્વ આપે.’
ભાજપ અન કોંગ્રેસમાં શું ફરક?
એક વિદ્યાર્થીએ પૂછ્યું કે કોંગ્રેસ અને ભાજપની કામ કરવાની રીતમાં શું તફાવત છે? જેના જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે કોંગ્રેસ અને UPA સંસાધનોના ન્યાયી વિતરણ અને વ્યાપક, સમાવેશી વિકાસમાં માને છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ આર્થિક રીતે ‘ટ્રિકલ ડાઉન’માં માને છે. મતલબ કે જો ધનિકોને ફાયદો થશે, તો વિકાસ નીચેના લોકો સુધી પહોંચશે, ગરીબોને પણ આનો લાભ મળશે. પરંતુ, ઘણા લોકો આ અભિગમ પર સવાલો ઉઠાવી ચુક્યા છે. આનાથી અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ થાય છે.
સામાજિક મોરચે અમારું માનવું છે કે સમાજ જેટલો સુમેળભર્યો હશે, લોકો જેટલા ઓછા લડશે તેટલું દેશ માટે સારું રહેશે.
શિક્ષણ પ્રણાલી વિષે વિચારવું પડશે:
આ ઉપરાંત રાહુલ ગાંધીએ શિક્ષણ પ્રણાલીમાં જરૂરી ફેરફાર અંગે પણ પણ વાત કરી હતી. તેણે X પર વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, ‘હું માનું છું કે લોકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી આપવી એ કોઈપણ સરકારની સૌથી મહત્વપૂર્ણ જવાબદારીઓમાંની એક છે. ખાનગીકરણ અને નાણાકીય પ્રોત્સાહનો દ્વારા આ પ્રાપ્ત કરી શકાતું નથી. આપણે શિક્ષણ પર વધુ પૈસા ખર્ચવાની અને સરકારી સંસ્થાઓને મજબૂત કરવાની જરૂર છે.”
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારતીય શિક્ષણ પ્રણાલીએ તેના યુવાનોને શિક્ષિત કરવા, સારા ભવિષ્યના વિઝનને સાકાર કરવા અને ભારતને વૈશ્વિક લીડર બનવવા માટે પુનર્વિચાર કરવો જોઈએ.
તેમણે કહ્યું, ‘હાલમાં આપણું શિક્ષણ માળખું ઘણીવાર યુવાનોને ડૉક્ટર, એન્જિનિયર, IAS, IPS અથવા સશસ્ત્ર દળો જેવી ચોક્કસ કારકિર્દી સુધી મર્યાદિત કરી દે છે. આ સમય વિવિધ તકો ખોલવાનો, વિદ્યાર્થીઓને તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને પસંદગીને આધારે ભવિષ્ય બનાવવા માટે સશક્ત કરવાનો છે.
સરકારી સંસ્થાઓને મજબૂત કરવાની જરૂર:
તેમણે કહ્યું કે, ‘વિધાયેથીઓ સાથે વાતચીત માત્ર વિચારો વિશે જ નહતી, તે એ સમજવા માટે પણ હતી કે આપણે ભારતને વિશ્વ મંચ પર સમાનતા અને પ્રગતિની મહાસત્તા તરીકે સ્થાપિત કરવા માટે કેવી રીતે સાથે મળીને કામ કરી શકીએ. વિદ્યાર્થીઓના વિચારશીલ પ્રશ્નો અને નવા પરિપ્રેક્ષ્યને કારણે આ વાર્તાલાપ પ્રેરણાદાયી બન્યો. ખાનગીકરણ અને નાણાકીય પ્રોત્સાહનો દ્વારા આ પ્રાપ્ત કરી શકાતું નથી. આપણે શિક્ષણ પર વધુ પૈસા ખર્ચવાની અને સરકારી સંસ્થાઓને મજબૂત કરવાની જરૂર છે.