રાહુલ ગાંધી પર ફૂટયો પૂર્વ અધિકારીઓનો ગુસ્સો, કહ્યું રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે

નવી દિલ્હી : દેશમાં કોંગ્રસ પક્ષની અનેક ચૂંટણીઓ સતત હાર થઈ રહી છે. જેના પગલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ઈલેકશન કમિશન પર અલગ અલગ આક્ષેપ કરી રહ્યા છે. જેમાં હાલમાં બિહાર ચૂંટણી પૂર્વે જ વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો. તેવા સમયે દેશના ભૂતપૂર્વ અધિકારીઓએ રાહુલ ગાંધીના આક્ષેપ પર વાર કર્યો છે. તેમણે ખુલ્લો પત્ર લખીને કહ્યું છે કે રાહુલ ગાંધી ચૂંટણી પંચ સહિત બંધારણીય સંસ્થાઓમાં જનતાનો વિશ્વાસ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોંગ્રેસ હવે ચૂંટણી પંચને નિશાન બનાવી રહી છે
આ અધિકારીઓએ “રાષ્ટ્રીય બંધારણીય સત્તાવાળાઓ પર હુમલો” શીર્ષકવાળા પત્રમાં જણાવાયું છે કે કેટલાક વિપક્ષી નેતાઓ ઝેર ઓકી રહ્યા છે. તેમના વાણી-વર્તન અને પાયાવિહોણા આરોપો દેશની સંસ્થાઓને બદનામ કરી રહ્યા છે. આ પત્રમાં આરોપ લગાવ્યો હતો કે સૈન્ય, ન્યાયતંત્ર અને સંસદ પછી, કોંગ્રેસ હવે ચૂંટણી પંચને નિશાન બનાવી રહી છે.
આપણ વાચો: બિહાર ચૂંટણી હાર્યા બાદ રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા, એક્સ પર શેર કરી આવી પોસ્ટ…
દાવા પાયાવિહોણા
આ પત્રના વોટ ચોરીના મુદ્દાને પણ ઉઠાવવામાં આવ્યો છે. તેમને માત્ર નિવેદન કર્યું છે પરંતુ તે અંગે કોઈ સત્તાવાર ફરિયાદ કે એફિડેવિટ કરી નથી.
તેમના 100 ટકા પ્રૂફ, એટમ બોમ્બ અને દેશદ્રોહ જેવા દાવા પાયાવિહોણા છે. ભૂતપૂર્વ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ, વિપક્ષ અને તેમની સાથે સંકળાયેલ એનજીઓ વારંવાર ચૂંટણી પંચને “ભાજપની બી-ટીમ” કહીને બદનામ કરે છે. જ્યારે ઈલેકશન કમિશન સતત તેની પદ્ધતિઓ, ડેટા અને પ્રક્રિયાઓ જાહેર કરે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ-નિરીક્ષણ હેઠળની તપાસ પ્રકાશિત ડેટા અને ગેરકાયદે નામો દૂર કરવાથી આવા આરોપો ખોટા સાબિત થાય છે.
ભૂતપૂર્વ અધિકારીઓએ કહ્યું કે જયારે નેતાઓ જનતાથી દૂર થાય છે. ત્યારે તેઓ પોતાની નબળાઈઓને બદલે સંસ્થાઓ પર હુમલો કરવાનું શરૂ કરે છે. વિશ્લેષણનું સ્થાન નાટક લે છે.
આપણ વાચો: બેગુસરાયમાં કોંગ્રેસની સીટ ડૂબી, રાહુલ ગાંધીનો પ્રચાર એળે ગયો…
આવા રાજકીય દાવાને ટાળવા વિનંતી
આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે દેશને હજુ પણ ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન. શેષન અને એન. ગોપાલસ્વામી જેવા વ્યક્તિઓ યાદ છે, જેમણે લોકપ્રિયતાની પરવા વિના નિષ્પક્ષ અને કડક ચૂંટણીઓ યોજી હતી.
આ પત્રના અંતમાં ચૂંટણી પંચને ડેટા જાહેર કરવાનું ચાલુ રાખવા, જરૂર પડે ત્યારે કાનૂની લડાઈ લડવા અને આવા રાજકીય દાવાને ટાળવા વિનંતી કરવામાં આવી હતી. તેમાં રાજકીય નેતાઓને પુરાવા વિના આરોપો લગાવવાને બદલે નીતિઓ પર સ્પર્ધા કરવા અને ચૂંટણી પરિણામોને સૌજન્યથી સ્વીકારવાની અપીલ પણ કરવામાં આવી હતી.



