નેશનલ

‘ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભાગી પડ્યું છે’ દિલ્હીના કોચિંગ સેન્ટર બનાવ અંગે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

નવી દિલ્હી: ગઈ કાલે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર વિસ્તાર(Old Rajendra Nagar)માં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ભોંયરામાં અચાનક પાણી ભરાઈ જતા ત્રણ સિવિલ સર્વિસ એસ્પીરંટના મોત થયા હતા. આ મામલે ભાજપ અને આપ એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. એવામાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સામાન્ય નાગરિક વહીવટી ભૂલોની કિંમત ચૂકવી રહ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, “સામાન્ય નાગરિક અસુરક્ષિત બાંધકામ, નબળા ટાઉન પ્લાનિંગ અને દરેક સ્તરે સંસ્થાઓની બેજવાબદારીની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવી રહ્યો છે.”

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ લખી શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે “દિલ્હીમાં એક બિલ્ડિંગના ભોંયરામાં પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓનું મૃત્યુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. થોડા દિવસો પહેલા વરસાદ દરમિયાન વીજ શોક લાગવાથી એક વિદ્યાર્થીનું મોત થયું હતું. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી દિલથી સંવેદના વ્યક્ત કરું છું.”

આ પણ વાંચો : Delhi IAS Coaching Incident: દિલ્હીના મેયરે MCD કમિશ્નરને આપ્યા કડક કાર્યવાહીના આદેશ…

રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું કે તેમના મૃત્યુ દેશમાં જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓનું પરિણામ છે. તેમણે કહ્યું, “ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આ પતન એ સિસ્ટમની સામૂહિક નિષ્ફળતા છે.”

રાહુલ ગાંધીએ લખ્યું કે “સુરક્ષિત અને સુવિધાજનક જીવન એ દરેક નાગરિકનો અધિકાર છે અને સરકારોની જવાબદારી છે.”

ભારતીય જનતા પાર્ટીએ આ ઘટનાને “હત્યા” ગણાવી છે અને આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારને જવાબદારી લેવા કહ્યું છે. આ દરમિયાન AAP વિધાનસભ્ય દુર્ગેશ પાઠકે જણાવ્યું હતું કે આ ઘટના એટલા માટે બની હતી કારણ કે AAPએ સત્તા સંભાળી તે પહેલા 15 વર્ષ સુધી શહેરની મ્યુનિસિપલ બોડીમાં ભાજપ સત્તા પર હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…