નેશનલ

બદનક્ષી કેસમાં MP-MLA કોર્ટે રાહુલ ગાંધીને આપી છેલ્લી તક! જાણો શું છે મામલો

સુલતાનપુર: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)ની મુશ્કેલી વધી શકે છે, ઉત્તર પ્રદેશના સુલતાનપુરના MP-MLA કોર્ટ(Sultanpur MP MLA court)માં તેમની વિરુધ કેસ ચાલી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah) વિશે કથિત વાંધાજનક ટિપ્પણી કરવા અંગેના કેસમાં કોર્ટે 26 જૂને રાહુલ ગાંધીને 2 જુલાઈએ તેમની સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો, જો કે તેઓ હાજર રહ્યા ન હતા. કોર્ટે તેમને છેલ્લી તક આપતા 26 જુલાઈની તારીખ નક્કી કરી છે.

સુલતાનપુરની MP-MLA કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલ કાશી પ્રસાદ શુક્લાએ સંસદના સત્રને ટાંકીને છેલ્લી તક માંગી. આરોપ છે કે 2018માં કર્ણાટક ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ અમિત શાહ વિશે કથિત રીતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ ટિપ્પણી અંગે કોતવાલી દેહત પોલીસ સ્ટેશન વિસ્તારના બીજેપી નેતા વિજય મિશ્રાએ ઓગસ્ટ 2018માં MP/ MLA કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારથી આ કેસ ચાલી રહ્યો છે.

ડિસેમ્બર 2023માં, MP-MLA કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ NBW કાર્યવાહી કરી હતી. આ પછી રાહુલ ગાંધી 20 ફેબ્રુઆરીએ સુલતાનપુર પહોંચ્યા અને કોર્ટ સમક્ષ હાજર થયા. ત્યારબાદ તેમને 25 હજાર રૂપિયાના બે બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ સમગ્ર ભારતમાં માનહાનિને લગતા અનેક કેસોનો ચાલી રહ્યા છે. આ કેસો મોટાભાગે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સભ્યો દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. આ કેસો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાહ અથવા આરએસએસ સહિતના ભાજપના નેતાઓ સામે કથિત બદનક્ષીભર્યા નિવેદન આપવા બદલ રવામાં આવ્યા છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button