રાહુલ ગાંધીનો બફાટ, 2019માં ગુજરી ગયેલા જેટલીએ 2020માં ધમકી આપ્યાનો દાવો

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર બફાટ કર્યો છે. તેમણે એક કાર્યક્રમમાં દિવંગત નેતાનું નામ લેતા વિવાદ સર્જાયો છે. આ વખતે તેમણે પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હું જયારે કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યો હતો ત્યારે સરકારે અરુણ જેટલીને મને ધમકાવવા માટે મોકલ્યા
હતા. તેમણે કહ્યું કે જો તમે સરકાર વિરુદ્ધ લડત ચાલુ રાખશો તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
કૃષિ કાયદાઓ વર્ષ 2020 રજુ કરવામાં આવ્યા
જો તેમના આ નિવેદન બાદ ભાજપના નેતાઓ રાહુલ ગાંધીના નિવેદનને ખોટું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે અરુણ જેટલીનું નિધન ઓગસ્ટ 2019માં થયું હતું. જયારે કૃષિ કાયદાઓ વર્ષ 2020 રજુ કરવામાં આવ્યા હતા અને તે જ વર્ષે મંજુર કરવામાં આવ્યા હતા. તેથી વર્ષ 2019માં ગુજરી ગયેલા જેટલીએ 2020માં ધમકી આપ્યાનો દાવો ખોટો સાબિત થાય છે.
રાહુલ ગાંધીએ અનેક વાર બફાટ કર્યો
રાહુલ ગાંધીનું આ નિવેદન તરત જ વિવાદનો વિષય બની ગયો હતો. તેમજ ભાજપ નેતાઓ પણ તેમના નિવેદન પર ટીપ્પણીઓ પર કરી હતી. રાહુલ ગાંધી આ પૂર્વે પણ અનેક વાર બફાટ કરી ચુક્યો હતો. રાહુલ ગાંધીએ વર્ષ 2019 માં દાવો કર્યો હતો કે સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે જણાવ્યું હતું કે રાફેલ ડીલમાં પીએમ મોદીએ યોગ્ય પ્રકિયાને અનુસરી ન હતી. જયારે સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરના કાર્યાલયે આ વાતનું ખંડન કર્યું હતું.
આ પણ વાંચો…રાહુલ ગાંધીનો સરકાર પર આકરા પ્રહાર: ‘ટ્રમ્પ સાચા છે, ભારતીય અર્થવ્યવસ્થા મરી પરવારી છે’