નવી દિલ્હીઃ આજકાલ રાજકારણીઓની જેટલી લડાઈ મંચ પર કે સંસદભવનમાં નથી થતી તેટલી ઈન્ટરનેટ પર થઈ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજા પર આક્ષેપો કરવામાં આવે છે. હવે પ્રવૃત્તિઓ ઔર વધશે કારણ કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આવો જ એક વીડિયો ભાજપના આઈટી સેલે કૉંગ્રેસ (congress)ના નેતા રાહુલ ગાંધીનો અપલૉડ કર્યો છે.
ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયા (Amit Malaviya)એ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા (Bharat jodo nyay yatra) દરમિયાનનો એક વીડિયો શેર કર્યો છે અને જેમાં રાહુલ એક નેતા કે પદાધિકારી સાથે વાત કરી રહ્યા છે અને શ્વાનને બિસ્કીટ ખવડાવી રહ્યા છે અને તે બિસ્કીટ ન ખાતું હોવાથી તેની પ્લેટના બિસ્કીટ પેલા નેતાના હાથમાં આપે છે. તે વ્યક્તિ કાર્યકર્તા છે કે રાહુલનો કોઈ સહાયક છે કે કોણ તે અંગે કોઈ માહિતી હજુ નથી.
આ વીડિયો રાહુલની ભારત જોડો ન્યાય યાત્રા ઝારખંડમાં પહોંચી ત્યારનો છે. આ વીડિયો સોમવારે રાત્રે યાત્રા દરમિયાન કોઈના કેમેરામાં કેદ થઈ ગયો હોવાનું કહેવાય છે. જે વાયરલ થઈ રહ્યો છે. જોકે રાહુલ આ બિસ્કીટ કૉંગ્રેસ નેતાને આપે છે તેટલું જ દેખાઈ રહ્યું છે. તે પેંકવા પણ કહેતા હોય તેમ બની શકે, પરંતુ આ વીડિયો વાયરલ થતાં લોકો તેમની ટીકા કરી રહ્યા છે.
માલવિયાએ આ વીડ્યો પોસ્ટ કરી લખ્યું છે કે હમણા થોડા દિવસ પહેલા કૉંગ્રેસ અધ્યક્ષ મલિલ્કાર્જુન ખડગેએ પક્ષના બૂથ એજન્ટોની સરખામણી શ્વાન સાથે કરી હતી અને હવે રાહુલ પોતાના શ્વાનને બિસ્કીટ ખવડાવી રહ્યા હતા અને જ્યારે શ્વાને ન ખાધા ત્યારે કાર્યકર્તાને આપી દીધા તેમ તેમણે લખ્યું હતું.
ભાજપ (BJP) ના અન્ય નેતા પલ્લવી સિટીએ રાહુલને બેશર્મ કહ્યા અને આસામના મુખ્ય પ્રધાન હેમંત સરમાનો ઉલ્લેખ કર્યો ત્યારે સરમાએ કહ્યું કે રાહુલ ગાંધી જ નહીં પણ તેમનો આખો પરિવાર મને બિસ્કીટ ન ખવડાવી શક્યો. મને આસામી અને ભારતીય હોવા પર ગર્વ છે અને મેં જ્યારે બિસ્કીટ ખાવાથી ઈનકાર કર્યો અને કૉંગ્રેસમાંથી બહાર નીકળી ગયો.
આ વીડિયોમાં દેકાતી વ્યક્તિ કોણ છે, રાહુલ તેમને બિસ્કીટ શા માટે આપ્યા તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ વીડિયો બાદ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.