રાહુલ ગાંધીએ ટ્રમ્પ ટેરિફ મુદ્દે પીએમ મોદી પર કર્યા પ્રહાર, કહ્યું ફરક સમજો સર જી

નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્રમ્પ ટેરિફ મુદ્દે પીએમ મોદી પર પ્રહાર કર્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાલમાં કરવામાં આવેલી ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમજ કહ્યું છે ” ફરક સમજો સર જી ” આ અંગે રાહુલ ગાંધીએ ગયા વર્ષે જૂનમાં કોંગ્રેસના ‘સંગઠન નિર્માણ અભિયાન’ કાર્યક્રમમાં આપેલા વક્તવ્યનો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તેમણે દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ એક જ ફોન કોલથી ટ્રમ્પ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી અને કહ્યું કે નરેન્દર સરેન્ડર
કોંગ્રેસ નેતાઓએ મહાસત્તાઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી નથી
જેમાં રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના નેતાઓએ ક્યારેય મહાસત્તાઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી નથી. પરંતુ ભાજપ અને આરએસએસનો મૂળ સ્વભાવ છે કે તેઓ થોડા દબાણને વશ થઈ જાય છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ સંસદમાં એસઆઈઆરનો મુદ્દો ઉઠાવ્યો, આરએસએસ પર પણ પ્રહાર કર્યા
फ़र्क समझो, सर जी! pic.twitter.com/pLUtZK3oGR
— Rahul Gandhi (@RahulGandhi) January 7, 2026
વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ પણ કર્યો
રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે વર્ષ 1971ના યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત પર એક સમયે અમેરિકાનું દબાણ છતાં પોતાના વલણ પર અડગ રહ્યું હતું. તેમણે કહ્યું, “તમને તે સમય યાદ હશે જ્યારે તે ફક્ત એક ફોન કોલ નહોતો આવ્યો પરંતુ સેનાની સાતમી ફ્લીટ આવી હતી. તેમજ શસ્ત્રો આવ્યા અને એક વિમાનવાહક જહાજ આવ્યું હતું. પરંતુ ત્યારે ઇન્દિરા ગાંધીએ કહ્યું, ‘મારે જે કરવાનું છે તે હું કરીશ. બસ આ જ ફરક છે. ફરક સમજો સર જી
ઉલ્લેખનીય છે કે, અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાલમાં ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ અંગે ઘણી ટિપ્પણીઓ કરી છે. જેના કારણે સરકારની ચિંતા વધી છે. જોકે, સરકારે હજુ સુધી આ ટિપ્પણીઓનો જવાબ આપ્યો નથી.



