Rahul Gandhi એ આર્થિક મોરચે કેન્દ્ર સરકારને ઘેરી, કર્યા આ મોટા આક્ષેપ
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi)કેન્દ્ર સરકારને આર્થિક મોરચે ઘેરી છે. જેમાં દેશની વેપાર ખાધ અને આયાત રેકોર્ડ ઉચ્ચ સપાટીએ પહોંચતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તે સરકાર દ્વારા યોગ્ય ઉદ્યોગોને બદલે માનીતા ઉદ્યોગપતિઓના વ્યવસાયોને પ્રાધાન્ય આપવાનું આ પરિણામ છે.
ઘટતો વપરાશ અને વધતો ફુગાવો જોવા મળે છે
રાહુલ ગાંધીએ આર્થિક મોરચે સરકારને ઘેરતા જણાવ્યું જે જ્યારે સરકાર યોગ્ય ઉદ્યોગોને વ્યવસાયો કરતાં માનીતા ઉદ્યોગપતિઓના વ્યવસાયોને પ્રાધાન્ય આપે છે ત્યારે આવું થાય છે. જેના લીધે નબળું ઉત્પાદન ક્ષેત્ર, રૂપિયાનું અવમૂલ્યન, ઉચ્ચ વેપાર ખાધ, ઊંચા વ્યાજ દરો, ઘટતો વપરાશ અને વધતો ફુગાવો જોવા મળે છે. આ બાબત રાહુલ ગાંધીએ X પર જણાવી હતી.
નિકાસમાં ઘટાડો થયો
રાહુલ ગાંધીનું નિવેદન નવેમ્બરમાં ભારતની વેપાર ખાધ વિક્રમી 37.9 બિલિયન ડોલર સુધી વધ્યા પછી આવ્યું છે. જે આયાતમાં વધારાને કારણે છે. જે લગભગ 70 બિલિયનની ડોલરની સર્વકાલીન ઉંચી સપાટીએ પહોંચી છે. આ મોટે ભાગે સોનાની આયાતમાં વધારવાના કારણે હતું. જ્યારે નિકાસમાં ઘટાડો થયો હતો.
સોનાની આયાત ચાર ગણી વધી
જેમાં સોનાની આયાત ગત વર્ષના 3.5 બિલિયન ડોલરથી ચાર ગણી વધીને આ વર્ષે 14.9 બિલિયન ડોલર થઈ હતી. જે કુલ આયાતમાં 21 ટકા હિસ્સા સાથે પેટ્રોલિયમ પછી બીજા નંબરની સૌથી મોટી આયાત છે. જ્યારે ક્રૂડ ઓઇલની કુલ આયાતમાં 8 ટકાનો વધારો થયો, તેમ છતાં પેટ્રોલ અને ડીઝલ સહિતની પેટ્રોલિયમ પેદાશોની નિકાસ 50 ટકા ઘટીને 3.7 બિલિયન ડોલર થઈ છે.
Also Read – One Nation One Election બિલની રજૂઆત વખતે પાટીલ, ગડકરી સહિત 20 સાંસદ ગેરહાજર
જ્વેલરીની નિકાસ 25 ટકા ઘટી
જ્યારે બીજી તરફ જેમ્સ અને જ્વેલરીની નિકાસ 25 ટકા ઘટીને 2.1 બિલિયન ડોલર થઈ છે. જે કુલ નિકાસમાં લગભગ 5 ટકા ઘટાડો છે. જે 32 બિલિયન ડોલર રહી છે.જો કે, વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે નોન-ઓઇલ નિકાસ સતત ગતિએ વધી રહી છે. પેટ્રોલિયમના ભાવમાં વધઘટને કારણે મર્ચેન્ડાઇઝ નિકાસમાં ઘટાડા તરફ નિર્દેશ કરે છે. આ ઘટાડા છતાં, મંત્રાલયે આગામી ચાર મહિનામાં નોન-પેટ્રોલિયમ નિકાસ અને સેવાઓમાં સુધાર અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.