નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

રાહુ બદલશે માર્ગ, પલટાશે આ રાશિવાળાનું ભાગ્ય, આવશે સુખસમૃદ્ધિના દિવસો

જુલાઈ મહિનામાં રાહુ શનિના ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. છાયા ગ્રહ રાહુ સૌથી શક્તિશાળી ગ્રહોમાંનો એક ગણાય છે. રાહુ ચોક્કસ સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. હાલમાં તે મીન રાશિમાં સ્થિત છે અને ટૂંક સમયમાં જ તે શનિના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શનિના ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં રાહુના પ્રવેશને કારણે દરેક રાશિના લોકો પર તેની કંઈને કંઈ અસર થશે જ, કારણ કે રાહુ અને શનિનું જોડાણ સારું માનવામાં આવતું નથી, પણ શનિ હાલમાં શુભ સ્થિતિમાં છે, તેથી રાહુ પણ સારું પરિણામ આપશે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર અદભુત નક્ષત્ર ગણાય છે, જે સફળતા આધ્યાત્મિકતા અચાનક ધનલાભ વગેરેનું કારક નક્ષત્ર ગણાય છે. રાહુના નક્ષત્ર પરિવર્તનની કેટલીક રાશિઓ ઉપર ઘણી સારી અસર થશે આપણે જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

Horoscope

રાહુનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે ઘણું શુભ રહેશે. આ રાશિના લોકોના લાંબા સમયથી પેન્ડિંગ કામ હવે પુરા થઈ શકે છે. જે લોકો પાસેથી તેઓ સહકારની અપેક્ષા રાખતા હતા તે લોકો હવે તમારી મદદ માટે આગળ આવશે. સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને પણ ઘણો ફાયદો થશે. શેરબજારમાં કામ કરતા લોકોને પણ ઘી-કેળા થઇ જશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. તમને બાળકો તરફથી પણ સારા સમાચાર મળશે. ઘરમાં સુખ અને આનંદનુ વાતાવરણ બની રહેશે અને તમે દરેક ક્ષેત્રમાં સફળતાને વરશો.

રાહુલ તુલા રાશિના છઠ્ઠા ભાવમાંથી ભ્રમણ કરી રહ્યો છે, તેથી આ રાશિના લોકો માટે રાહુનું ભ્રમણ ઘણું જ અનુકૂળ રહેશે. આ રાશિના લોકોને અચાનક ધનલાભ થશે. આવકના યોગ બનશે. ભાગ્યોનો સંપૂર્ણ સાથ મળશે. વિદેશ વેપારથી પણ ફાયદો થશે .વિદેશ જવાના યોગ પણ બની રહ્યા છે. તમારા શત્રુઓ પરાસ્ત પામશે. નોકરી કરતા લોકોને મોટી જવાબદારી અને પ્રમોશન મળવાના પણ યોગો છે. વેપાર કરતાં લોકોને ઘણો ફાયદો થશે. શ્વાસ સંબંધથી કોઈપણ તકલીફ હશે તે પણ દૂર થઇ જશે.

આ રાશિના લોકો માટે પણ રાહુનું પરિભ્રમણ ઘણું ફાયદાકારક રહેશે. તેમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. તેમના અટકેલા દરેક કામો પૂરા થઈ શકે છે. ફાઇનાન્સ સાથે જોડાયેલા લોકો માટે આ સમયગાળો ઘણો જ લાભકારક સાબિત થઈ શકે છે. તેમના યાત્રા પ્રવાસના પણ યોગો બની રહ્યા છે. ઘરમાં પણ બધા સાથે સુમેળ જળવાઈ રહેશે. મિત્રો અને સંબંધીઓ પણ તમને પૂછતા આવશે. સંતોન તરફથી પણ કોઈ સારા સમાચાર મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા… Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ…