દિલ્હી પોલીસના કોન્સટેબલની હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર, આ રીતે થયું એન્કાઉન્ટર

નવી દિલ્હી: ગઈ કાલે દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ કિરણપાલની હત્યા થતા ચકચાર મચી (Constable Kiranpalani Murder Case) ગઈ હતી, દિલ્હી પોલીસે તુરંત તાપસ હાથધરી હતી અને હત્યા કેસનો મુખ્ય આરોપી રાઘવ ઉર્ફે રોકીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. 23 નવેમ્બરની મધ્યરાત્રિએ રોકીએ દિલ્હી પોલીસની ટીમ પર ગોળીબાર કર્યો હતો, વળતી કાર્યવાહીમાં પોલીસે તેને ઠાર કર્યો હતો.
કોન્સ્ટેબલની હત્યા:
ઘટનાક્રમની શરૂઆત 22 નવેમ્બર, 2024 ના રોજ મોડી રાત્રે શરૂ થઈ હતી. કોન્સ્ટેબલ કિરણપાલ તેના સાથીદારો કોન્સ્ટેબલ બનાઈ સિંહ અને કોન્સ્ટેબલ સુનીલ સાથે ગોવિંદપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર્ય સમાજ મંદિર પાસેના પોલીસ બૂથમાં તૈનાત હતા. સવારે લગભગ 4.45 વાગ્યે કોન્સ્ટેબલ સુનીલ બૂથની બહાર કોઈ કામ માટે ગયા હતાં, પાછા ફરતાં તેમણે જોયું કે કોન્સ્ટેબલ કિરણપાલ ત્યાં ન હતાં. તેમનો ફોન પણ બંધ આવતો હતો, શોધખોળ બાદ કોન્સ્ટેબલ કિરણપાલ ઘાયલ હાલતમાં ગોવિંદપુરી પાસે આવ્યા હતાં. તેમને ચાકુ મારવામાં આવ્યું હતું અને લોહી વહી રહ્યું હતું. તેમને બેભાન હાલતમાં મજેડિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
Also read: ઉત્તર પ્રદેશના સંભલમાં તણાવ, 1નું મોત, પોલીસ પર પથ્થરમારો, વાહનોને આગચંપી
પોલીસે આરોપીને ઘેર્યો:
પોલીસ તપાસ જાણવા મળ્યું કે કોન્સ્ટેબલ કિરણપાલ ફરજ પર હતા ત્યારે પર જીવલેણ હુમલો થયો હતો. આ કેસમાં FIR નોંધવામાં આવી હતી. 23 નવેમ્બર 2024ની મોડી સાંજે આરોપી રોકી સંગમ વિહારના ડી બ્લોકમાં છુપાયો હોવાની માહિતી મળી હતી. સ્પેશિયલ સેલ (NDR) અને નાર્કોટિક્સ સેલની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો હતો.
પોલીસે તેને આત્મસમર્પણ કરવાનું કહ્યું. પરંતુ પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે સામે વળતી કાર્યવાહી કરી હતી, પોલીસ ગોળીબારમાં આરોપી રોકીને ગોળી વાગી અને ઢળી પડ્યો, તેને તરત જ ઓખલાની ESIC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો.
Also read: કોણે કર્યો હતો ભારતનો પહેલો કોલ? એક જ ક્લિક પણ જાણી લો અહીં…
પોલીસે હથિયાર કબજે કર્યું:
પોલીસે સ્થળ પરથી રોકી પાસેથી 32 બોરની પિસ્તોલ અને બે કારતૂસ કબજે કર્યા. આ એન્કાઉન્ટરમાં કોઈ પોલીસકર્મીને ઈજા થઈ નથી. પોલીસે કહ્યું કે એન્કાઉન્ટરના મામલામાં તમામ જરૂરી નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.