નેશનલ

મતભેદ, મનભેદ અને મહત્વાકાંક્ષા આ ત્રણેય ‘મ’ને બાજુ પર મુકી શકાય તો.. રાઘવે પત્રકારને કહી દીધી મોટી વાત!

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા અને દિલ્હી સરકારમાં આમ આદમી પાર્ટીના પ્રધાન આતિશી આ બંને નેતાઓએ એક મીડિયા સંસ્થાને તાજેતરમાં જ ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં બંનેએ ઇન્ડિયા ગઠબંધન, કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી તથા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શનને લઇને પણ વાત કરી હતી.

રાઘવ ચડ્ઢાએ જણાવ્યું હતું કે 19 ડિસેમ્બરે ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે અને તેમાં ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. જો તમામ વિપક્ષ ભાજપ સામે એક બેઠક પર પોતાનો એક ઉમેદવાર ઉભો રાખે તો ચિત્ર બદલાઇ શકે છે. અગાઉ પણ ડાબેરીઓ, જનસંઘ સહિતના પક્ષો ભાજપને હરાવવા માટે એકત્ર થયા હતા અને તે સમયની શક્તિશાળી સરકારને હરાવવામાં તેમને સફળતા પણ મળી હતી. ઇન્ડિયા ગઠબંધનની આગામી બેઠકમાં દિલ્હી, પંજાબ, યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ અને કેરળ તમામ રાજ્યો વિશે ચર્ચા કરવામાં આવશે તેવું રાઘવે જણાવ્યું હતું.
કેજરીવાલ સરકારમાં પ્રધાન આતિશીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી જેમને ભ્રષ્ટ ગણાવતી હતી, તેમની સાથે હવે એક મંચ હેઠળ આવવું પડે છે ત્યારે જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર એક મુદ્દો હતો, છે અને રહેશે. પણ ભ્રષ્ટાચારના મુદ્દા સામે લડવા માટે કોઇ એક પાર્ટી જોર લગાવે તેના બદલે તમામ પાર્ટીઓ એકસાથે આવે તે વધુ યોગ્ય છે.


દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે ગઠબંધન સાથે બેઠકોની વહેચણીમાં કેટલી બેઠકો મળશે, એ સવાલના જવાબમાં AAP સાંસદ રાઘવ ચડ્ઢાએ જણાવ્યું હતું કે એ અમે લોકો બેઠકમાં નક્કી કરીશું. જ્યારે બેઠક માટે અમે ભેગા થઇએ છીએ ત્યારે તમામ મતભેદોને બાજુ પર મુકી દઇએ છીએ. મતભેદ, મનભેદ અને મહત્વાકાંક્ષા આ ત્રણેય ‘મ’ને બાજુ પર મુકી શકાય તો દરેક વિષય પર વાત થઇ શકે.


આ પછી પત્રકારે તેમને પૂછ્યું કે ગઠબંધનની જાહેરાત બાદ લાંબા સમયથી તેમની વચ્ચે કોઇ વ્યવસ્થિત બેઠક થઇ નથી. જેના જવાબમાં રાઘવે કહ્યું, “જરૂરી નથી કે રૂબરૂ મળીએ ત્યારે જ બેઠક થાય, એવું પણ બની શકે કે અમે ફોન પર વાતચીત કરી લેતા હોઇએ અથવા ઝુમ મિટીંગ કરી લેતા હોઇએ.”


પાંચેય રાજ્યોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું નામોનિશાન ન હોવા બાબતે રાઘવે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રાજકારણમાં સક્રિય હોવા છતાં તેમને પહેલુ રાજ્ય જીતવામાં 10 વર્ષ લાગ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીની પહેલેથી 2 રાજ્યોમાં સરકાર છે. ઘણીવાર ચૂંટણીઓ જીતવા માટે લડવામાં આવે છે, તો ઘણીવાર સંગઠન મજબૂત કરવા માટે પણ લડવામાં આવે છે.


“જ્યારે આમ આદમી પાર્ટી શરૂ થઇ ત્યારે અમે જણાવ્યું હતું કે કોઇ વ્યક્તિ સાથે અમારી દુશ્મની નથી. અમે રાજકારણ કરવા માટે નથી આવ્યા, રાજકારણને બદલવા માટે આવ્યા છીએ. અમે દિલ્હીમાં જ્યારે મફત વીજળી અને તીર્થયાત્રાની વાત કરી હતી ત્યારે ભાજપે તેને રેવડી ગણાવી હતી. એ જ ભાજપે આ જ મફતની રેવડીના બદલામાં ત્રણેય રાજ્યોમાં વોટ મેળવ્યા છે,” તેવું રાઘવે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ