તેરે (કોંગ્રેસનાં) મનકી ગંગા, મેરે (AAPના) મન કી જમના કા સંગમ હોગા કે નહીં ? શું કહ્યું ચઢ્ઢા એ ?

Haryana Assembly Elections: હરિયાણા વિધાનસભા ચૂંટણીમા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનાં ગઠબંધનનો સસ્પેન્સ ખતમ જ નથી થઈ રહ્યો.આ વચ્ચે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)એ કવિના અંદાજમાં જવાબ આપ્યો.તેમણે કહ્યું કે,ગઠબંધનને લઈને બંને પાર્ટીમાં આરજૂ હૈ, હસરત હૈ, ઔર ઉમ્મીદ ભી હૈ’
આ પણ વાંચો : Raghav Chaddhaને Parineeti Chopraએ કેમ કહ્યું You Are A Star?
સમાચાર એજન્સી સાથે વાત કરતાં સાંસદ રાઘવે કહ્યું કે ‘બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. બંને પક્ષો વચ્ચે મહત્વકાંક્ષાઓને કોરાણે મૂકી હરિયાણાના હિત માં,હરિયાણાની જનતાની માંગ મુજબ એકસાથે રહીને ચૂંટણી લડીએ..ગઠબંધન માટે આરજૂ ,,હસરત.. ઉમ્મીદ પણ છે સાનુકૂળ વાતાવરણમાં વાતચીત ચાલી રહી છે. મને આશા અને પૂરો વિશ્વાસ છે કે આ વાતચીત થી હરિયાણા,દેશ અને લોકતંતરના હિતમાં કોઈ સારો નિષ્કર્ષ નીકળશે.
રવિવારે રાઘવે કહ્યું કે ‘હરિયાણાના હિત અને જનતાની માંગણીઓ અનુસાર ચૂંટણી લડાવી જોઈએ. કોણ કેટલી બેઠકો પર ક્યાંથી લડશે, તેના પર દરેક બોલ કેવી રીતે રમાય છે તેવી કોમેંટરી ના થઈ શકે. બંધ રૂમમાં જે ચર્ચા થશે અને નિષ્કર્ષ નીકળશે તે માધ્યમો સાથે શેયર કરીશું
આ પણ વાંચો : પરિણીતી સાથે ઝઘડા થાય તો કઇ રીતે લાવે છે સોલ્યુશન? Raghav Chadhaએ ફેન્સને જણાવી ખાનગી વાતો
કોંગ્રેસ નેતાના નિવેદન પર શું બોલ્યા ચઢ્ઢા ?
આપ સાથે ગઠબંધન ને લઈને પંજાબ કોંગ્રેસનાં નેતાઓના નિવેદન આવ્યા છે તેના પર રાઘવે કહ્યું કે,હું વ્યક્તિગત નિવેદન પર કોઈ સિટનું નિવેદન નહીં આપું.બંને પક્ષોમાં આરજૂ હસરત અને ઉમ્મીદ છે.ગઠબંધન અંગેની ચર્ચા પર મોડુ તો નથી થઈ રહ્યું ? તે પર રાઘવે કહ્યું કે ઉમેદવારી માટે છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર છે. તે પહેલા નિર્ણય લેવાઈ જશે.નામ નહીં મળે તો વિન-વિન પરિસ્થિતિ નહીં બને તો છોડી દઇશું