
પંજાબની રશેલ ગુપ્તાએ થાઈલેન્ડમાં આયોજિત પ્રતિષ્ઠિત મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ 2024નો ખિતાબ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીયે આ પ્રતિષ્ઠિત તાજ જીત્યો હોય. ફિનાલેમાં, રશેલે 69 સ્પર્ધકો વચ્ચે ભારતને આ ગૌરવ અપાવ્યું છે. પેરુની મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2023ની વિજેતા લ્યુસિયાના ફસ્ટર દ્વારા રશેલને તાજ પહેરાવવામાં આવ્યો હતો.
| Also Read: …એટલે જાણીતા સાઉથના અભિનેતાને મહિલાએ જાહેરમાં લાફાવાળી કરી, વીડિયો વાઈરલ…
મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ 2024માં ભાગ લેનાર 69 સ્પર્ધકોમાંની એક રશેલ ગુપ્તા હતી. રશેલે તાજ જીતવા માટે ગ્રાન્ડ ફિનાલેમાં ફિલિપાઈન્સની ફેવરિટ સીજે ઓપિયાઝાને હરાવી હતી. આ સ્પર્ધાની અન્ય ચાર રનર અપ ફિલિપાઈન્સની ક્રિસ્ટીન જુલિયાન ઓપિયાઝા (ફર્સ્ટ રનર અપ), મ્યાનમારની થાઈ સુ નયન (સેકન્ડ રનર અપ), ફ્રાંસની સેફિતુ કેબેંગેલ (થર્ડ રનર અપ) અને તાલિતા હાર્ટમેન બ્રાઝિલ (ચોથો રનર અપ) છે.

રશેલ ગુપ્તાની વાત કરીએ તો તે પંજાબના જલંધરની છે અને તે 5 ફૂટ 10 ઇંચની હાઇટ ધરાવે છે. તે એક સફળ મોડલ, અભિનેત્રી અને ઉદ્યોગસાહસિક છે. તે પંજાબી ઉપરાંત અંગ્રેજી અને હિન્દી ભાષામાં નિપુણ છે. તેનું વ્યક્તિત્વ ઘણું પ્રભાવશાળી છે.

મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ સ્પર્ધા થાઇલેન્ડના પ્રખ્યાત ઉદ્યોગસાહસિક અને મીડિયા મેન નાવત ઇત્સારાગ્રિસિલ દ્વારા સ્થાપિત અને આયોજિત કરવામાં આવે છે. આ લોકપ્રિય સૌંદર્ય સ્પર્ધાઓમાંની એક ગણાય છે. આ સ્પર્ધા વેનેઝુએલા, ઈન્ડોનેશિયા, મ્યાનમાર, અમેરિકા અને વિયેતનામ જેવા દેશોમાં આયોજિત થઈ ચૂકી છે.

| Also Read: Shahrukh Khanને લઈને આ શું બોલી ગયા Amitabh Bachchan?
ભારતમાં નિખિલ આનંદના નેતૃત્વ હેઠળ 2013માં સ્થપાયેલી સંસ્થા ગ્લેમાનંદ ગ્રુપ મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે પ્રતિનિધિઓની પસંદગી કરે છે. નિખિલ આનંદ આ ગ્રુપના અધ્યક્ષ છે.