નેશનલ

લાલુ પ્રસાદે આગવી રીતે ઉજવ્યો પત્નીનો જન્મદિવસ, ભેટ શું આપી?

પટણાઃ બિહારનાં સૌથી પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન રહી ચુકેલા રાબડી દેવીના જન્મદિવસે તેમના પતિ અને બિહારના પૂર્વ સી.એમ. અને RJD (Rashtriya Janta Dal)ના ચીફ લાલુપ્રસાદ યાદવએ (LALU YADAV) લાલ ગુલાબ આપી જન્મદિવસની ઉજવણી કરી. બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને RJDના ચીફ લાલુ પ્રસાદ યાદવે પોતાની પત્ની અને બિહારની પહેલી મહિલા મુખ્યમંત્રી રાબડી દેવીનો જન્મદિવસ અનોખા અંદાજમાં મનાવ્યો છે. લાલુ યાદવ એ તેમના જન્મદિવસની સવારે લાલ ગુલાબ ભેટમાં આપ્યુ હતું. દરમિયાન રાબડી દેવીએ (RABDI DEVI) પોતાના સોશિયલ મીડિયા આ ક્ષણની તસવીરો પણ શેર કરી હતી. રાબડી દેવીએ તસવીરો શેર કરતાની સાથે લખ્યું હતું કે ‘મારા પ્રિય સાહેબને નવા વર્ષની શુભેચ્છા.’ તમને જણાવી દઈએ કે લાલુ યાદવ અને રાબડી દેવી વચ્ચેનું બોન્ડિંગ સારું છે.

લાલુ પ્રસાદે પોતાની સીટ આપી હતી વર્ષ 2014માં લાલુ યાદવએ પોતાની સંસદીય સીટ રાબડી દેવીને સોંપી હતી, જે દરમિયાન લાલુ યાદવએ સ્ટેજ પરથી રાબડીદેવીને સીટ સોંપી અને માળા પહેરાવી હતી જેને લાલુ યાદવ એ લગ્નની વિધિ ગણાવી હતી. જોકે, એ વખતે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ઉમેદવાર રાજીવ પ્રતાપ રુડી પાસેથી તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી વખત લગ્નવિધી નીભાવી હતી સારણના ગરખા પ્રાતંના રાયપુરા (RAIPURA) ગામની એક જાહેરસભા દરમિયાન રાબડીદેવીના ગળામાં માળા પહેરાવતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે તેમને બીજી વખત લગ્નની વિધિ કરી છે. એ વખતે ભોજપુરીમાં લાલુએ કહ્યું હતું કે તેઓએ 70ના દાયકામાં લગ્ન કર્યા હતા અને એ સમયે વરમાળાની વિધિ પ્રચલિત નહોતી, તેથી આજે એ વિધિ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button