જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર માનવામાં આવ્યા છે, કારણ કે તેઓ દરેક રાશિના જાતકોને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. શનિની કૃપા દ્રષ્ટિએ રંકને રાજા બનાવી દે છે તો તેમની વક્ર દ્રષ્ટિ રાજાને પળવારમાં રંક બનાવે છે. મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 2024નું વર્ષ પૂરું થશે એ પહેલાં શનિદેવ બે વખત નક્ષત્ર પરિવર્તન કરશે. જેમાં પહેલાં તેઓ 3જી ઓક્ટોબર, 2024ના શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે, જ્યાં તેઓ 27મી ડિસેમ્બર સુધી બિરાજમાન રહેશે. ત્યાર બાદ 27મી ડિસેમ્બર, 2024ના શનિ શતભિષા નક્ષત્રમાંથી નીકળી પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિનું આ બે વખત થયેલું નક્ષત્ર પરિવર્તન ત્રણ રાશિના જાતકોને પારાવાર લાભ કરાવશે. ચાલો જોઈએ કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ-
મેષ રાશિના જાતકોને પણ શનિનું આ નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે. નોકરી કરતા લોકોના જીવનમાં મોટો ફેરફાર આવશે. સુખ-સમૃદ્ધિ વધશે. જીવનમાં લક્ઝરી વધશે અને સ્વાસ્થ્ય પણ સુધરશે. પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો. જૂની બીમારીમાંથી મુક્તિ મળશે. અટકેલા કામ પૂરા થવા લાગશે.
આ રાશિના લોકો પર પણ શનિદેવની વિશેષ કૃપા જોવા મળશે. પરિવારમાં જો કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તે પૂરો થશે. માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. તાણમાંથી મુક્તિ મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય એકદમ અનુકૂળ રહેશે. ધનલાભ થઈ રહ્યો છે. કરિયરનો ગ્રાફ પણ સતત ઉંચેને ઉંચે જઈ રહ્યો છે.
ન્યાયના દેવતા શનિનું બે વખત થઈ રહેલું નક્ષત્ર પરિવર્તન કુંભ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે. નોકરી કરી રહેલાં લોકોના પ્રયાસો સફળ થશે. કોઈ મોટી કંપનીમાં કામ કરવાની તક મળશે. કુંવારા લોકોના જીવનમાં પ્રેમની એન્ટ્રી થશે. વેપારીઓને વેપારમાં ફાયદો થશે. બિઝનેસનો વિસ્તાર કરશો. જીવનસાથી સાથેના સંબંધોમાં મજબૂતી બનશે.