વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિ સિવાય નવ ગ્રહો અને નક્ષત્રો વિશે પણ વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. આ નવ ગ્રહો સમય સમય પર વિવિધ રાશિ અને નક્ષત્રોમાં ગોચર કરતાં રહે છે અને વિવિધ રાજયોગનું નિર્માણ કરતા રહે છે. આ રાજયોગને કારણે વિવિધ રાશિના જાતકો પર તેની સારી નરસી અસર જોવા મળે છે. સપ્ટેમ્બર મહિનામાં ત્રણ મોટા ગ્રહો રાશિ પરિવર્ત કરવા જઈ રહ્યા છે જેને કારણે એક-બે નહીં પણ ચાર-ચાર રાજયોગ બની રહ્યા છે. આ ચાર રાજયોગને કારણે અમુર ક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થશે. ચાલો જોઈએ કયા છે આ રાજયોગ અને કઈ રાશિના જાતકો માટે આ રાજયોગ સોનાનો સૂર્યોદય લઈને આવશે-
હિંદુ પંચાગ અનુસાર આ મહિનાની શરૂઆતમાં જ એટલે કે ચોથી સપ્ટેમ્બરના દિવસે ગ્રહોના રાજકુમાર બુધે સિંહ રાશિમાં ગોચર કર્યું હતું અને ત્યાર બાદ હવે 18મી સપ્ટેમ્બરના દિવસે શુક્ર દેવ તુલા રાશિમાં ગોચર કરશે. જોકે, એ પહેલાં 16મી સપ્ટેમ્બરના સૂર્યનું કન્યા રાશિમાં ગોચર થશે. સપ્ટેમ્બર મહિનામાં બેક ટુ બેક થઈ રહેલાં ત્રણ ગ્રહોના ગોચરને કારણે બુધાદિત્ય રાજયોગ, શશ રાજયોગ, શુક્રિદત્ય રાજયોગ અને લક્ષ્મીનારાયણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. 30મી સપ્ટેમ્બર સુધી આ તમામ રાજયોગની અસર 12-12 રાશિના જાતકો પર ઓછા વધતા અંશે જોવા મળશે, પણ ત્રણ રાશિ એવી છે કે જેમના પર આ રાદજયોગની વિશેષ અસર જોવા મળશે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો પર આ ચારેય રાજયોગ ખુશીઓનો ખજાનો લઈને આવી રહ્યા છે. ધનપ્રાપ્તિની સાથે સાથે આ રાશિના યુવાનોને કરિયરમાં સફળતા મળી રહી છે. અભ્યાસ કરી રહેલાં આ રાશિના જાતકોને પણ સફળતા મળશે. ઘરના કોઈ વડીલની તબિયત નરમગરમ રહેતી હશે તો તેમાં પણ રાહત મળશે.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનામાં બની રહેલાં ચારેય રાજયોગ શુભ પરિણામ આપશે. 30મી સપ્ટેમ્બર પહેલાં આ રાશિના વેપાર કરી રહેલાં લોકોને તેમના પ્રયાસોમા સફળતા મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. નોકરી કરી રહેલાં લોકોને કામના સ્થળે મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. પરિણીત લોકોને નકામા ખર્ચમાંથી રાહત મળશે અને બચત કરવામાં પણ સફળતા મળશે.
કન્યાઃ
કન્યા રાશિના નોકરી કરી રહેલાં જાતકોને આ મહિનાના અંત સુધીમાં લાભ જ લાભ થઈ રહ્યો છે. નવી પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. વેપારીઓ પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. કન્યા રાશિના જાતકોને જો માથા સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હતી તો તેમાંથી પણ છુટકારો મળશે.