હાલમાં ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને ત્રણ દિવસ બાદ શરૂ થઈ રહેલો સપ્ટેમ્બર મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. આ મહિને અનેક ગ્રહો-નક્ષત્રો હિલચાલ કરી રહ્યા છે, આ હિલચાલ ચાર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે. આ રાશિના જાતકોને કરિયર, આર્થિક અને સ્વાસ્થ્ય તેમ જ પારિવારિક જીવન એકદમ ખુશ-ખુશહાલ રહેશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ
મેષ રાશિના જાતકોને એક કરતાં વધુ સ્રોતમાંથી આવક થતાં ખુશીનો પાર નહીં રહે. આ મહિને અભ્યાસ કે નોકરીની તૈયારી કરી રહેલાં લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે.
કર્કઃ
કર્ક રાશિના વેપાર કે નોકરી કરી રહેલાં જાતકો માટે આ સમય એકદમ અનુકૂળ રહેશે. મનની વાત કહેવામાં બિલકુલ સંકોચ નહીં કરો. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. દરેક કામમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધારે મજબૂત બનશે. જૂના રોકાણથી લાભ થઈ રહ્યો છે.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકોને નોકરીમાં મોટી સફળતા મળી રહી છે. વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. પતિ-પત્ની એકબીજાની વધારે નજીક આવશે. પારિવારિક જીવનમાં પણ મિઠાશ જળવાઈ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમયગાળો સારો રહેશે.
કુંભઃ
આ રાશિના જાતકોને આગામી 30 દિવસ સુધી આવકમાં વૃદ્ધિ થતાં ખુશીનો પાર નહીં રહે. પૈસા બચાવવામાં પણ સફળતા મળી રહી છે. નોકરી કે વેપાર સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હતી તો એ પણ દૂર થઈ રહી છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. નોકરી શોધી રહેલાં લોકોને સારી નોકરી મળી શકે છે. આ મહિનો અત્યંત શુભ અને લાભદાયી રહેશે.