નેશનલ

જે હોટેલમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન રોકાશે એનું એક રાતનું ભાડું સાંભળશો તો…

રશિયાના પિતા વ્લાદિમીર પુતિન બે દિવસના ભારતના પ્રવાસે આવ્યા છે અને આ પ્રવાસ અનેક કારણોસર ખાસ છે, કારણ કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું એ બાદ તેમની આ પહેલી ભારત મુલાકાત છે. આખી દુનિયાની નજર આ મુલાકાત પર ટકેલી છે, કારણ કે ભારત અને રશિયા બંને દેશોની વૈશ્વિક રાજકારણમાં ખૂબ જ મોટી અને મહત્ત્વની ભૂમિકા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થનારી વાતચીતથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધીની તમામ મહત્ત્વની બાબતની ચર્ચા થઈ રહી છે. આવી સ્થિતિમાં જો તમને પણ એવો સવાલ થઈ રહ્યો હોય કે આ મોટા મોટા નેતાઓ કઈ હોટેલમાં રોકાય છે અને તેનું કેટલું ભાડું હોય છે? ચાલો આજે તમને જણાવીએ કે પુતિન જે હોટેલમાં રોકાવવાના છે એ હોટેલનું એક રાતનું ભાડું કેટલું છે?

આપણ વાચો: કોણ લે છે સૌથી વધુ પગાર PM નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ કે વ્લાદિમીર પુતિન?

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હીની આઈટીસી મૌર્યા હોટેલમાં રોકાવવાના છે. પુતિન આઈટીસી મૌર્યા હોટેલના ચાણક્ય સ્યૂટમાં રોકાવવાના છે. આ એ જ હોટેલ છે કે જેના પ્રેસિડેન્શિયલ સ્યૂટમાં દુનિયાના અન્ય જાણીતા નેતાઓ જેમ કે બરાક ઓબામા, શી જિનપિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના નેતાઓ રોકાઈ ચૂક્યા છે.

વાત કરીએ હોટેલના એક રાતના ભાડાની તો આ હોટેલના પ્રેસિડેન્શિયલ સ્યૂટ એટલે કે ગ્રાન્ડ પ્રેસિડેન્શિયલ ફ્લોરનું એક જ રાતનું ભાડું આઠથી 10 લાખ રૂપિયા છે. આ સ્યૂટ માત્ર લક્ઝરીની દ્રષ્ટિએ જ નહીં પણ સુરક્ષા અને આરામી દ્રષ્ટિએ પણ ખૂબ જ એડવાન્સ છે.

વાત કરીએ આ સ્યૂટની ખાસિયત વિશે તો આ સ્યૂટમાં બુલેટપ્રૂફ ગ્લાસ, પ્રાઈવેટ જિમ, સૌના અને સ્ટીમ રૂમ, ઓલ ટાઈમ બટલર સર્વિસ, હાઈ ક્લાસ સિક્યોરિટી, માસ્ટર બેડરૂમ અને અલગ ગેસ્ટ રૂમ, 12 સીટર ડાઈનિંગ એરિયા, સ્ટડી રૂમ, વિશાળ લિંવિંગ રૂમ, કળા અને કૃતિ સ્યૂટની ગેલરીમાં જોવા મળે છે.

આપણ વાચો: ટ્રમ્પના પેટમાં તેલ રેડાશે! રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ તારીખે ભારત આવશે

પુતિનની ભારત મુલાકાત પહેલાં તેમની સિક્યોરિટી ટીમ દિલ્હી પહોંચી ગઈ છે અને દિલ્હીમાં તેમની રહેવાની જગ્યા અને પ્રોગ્રામ વેન્યુની રેકી કરી રહી છે. આઈટીસી મૌર્યાના ચાણક્ય સ્યૂટ છેલ્લાં કેટલાય દાયકાઓની વિદેશી અને અને રાષ્ટ્રીય નેતાઓની પહેલી પસંદ બની ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અને બીજા અનેક વૈશ્વિક નેતાઓ ભારતની મુલાકાતે આવે છે ત્યારે આ સ્યૂટમાં જ રોકાય છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button