નેશનલ

ભાગેડુ નીરવ મોદી અને વિજય માલ્યા સાથે PM મોદીના પોસ્ટર કોણે લગાવ્યા? દિલ્હી પોલીસે FIR નોંધી

દિલ્હીમાં ઘણી જગ્યાએ ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને વિજય માલ્યા સાથે પીએમ નરેન્દ્ર મોદીની તસવીરોવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં નીરવ મોદી અને વિજય માલ્યાને પીએમ મોદીના પરિવારના સભ્ય ગણાવ્યા છે. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી છે. પોસ્ટર પર ‘મોદીનો અસલી પરિવાર’ લખેલું છે અને તેની નીચે ‘ભારતીય યુવા કોંગ્રેસ’ લખેલું છે.

એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ દિલ્હી પ્રિવેન્શન ઑફ ડિફોર્મેશન ઑફ પ્રોપર્ટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે પોસ્ટરોમાં પ્રકાશક અથવા તેને લગાવનાર વ્યક્તિનું નામ નથી. તેમણે જણાવ્યું કે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના અધિકારીની ફરિયાદ પર મંગળવારે કેસ નોંધવામાં આવ્યો હતો.

PM મોદીએ લાલુ યાદવ પર કર્યો હતો વળતો પ્રહાર

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા લાલુ પ્રસાદ યાદવે રવિવારે પટનાના ગાંધી મેદાનમાં આયોજિત વિરોધ પક્ષોની જન વિશ્વાસ રેલી દરમિયાન PM મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, “PM મોદી દરેક વખતે પરિવારવાદનો મુદ્દો ઉઠાવતા રહે છે, તેઓ એમ કેમ નથી જણાવતા કે તેમને કેમ કોઈ સંતાન નથી.” ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા લાલુ પ્રસાદના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો, જેમાં લાલુએ કહ્યું હતું કે મોદીનો કોઈ પરિવાર નથી. મોદીએ સોમવારે કહ્યું કે 140 કરોડ ભારતીયો તેમનો ‘પરિવાર’ છે.

ભાજપે શરૂ કર્યું છે અભિયાન

ભારતીય જનતા પાર્ટી (BJP)એ સોશિયલ મીડિયા પર ‘મોદી કા પરિવાર’ અભિયાન શરૂ કરીને તેના નેતાને સમર્થન આપ્યું છે. ભાજપના ઘણા નેતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ‘મોદીનો પરિવાર’ લખતા જ કોંગ્રેસે મંગળવારે પૂછ્યું કે શું ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને વિજય માલ્યા પણ આ પરિવારનો ભાગ છે? હાલ પોસ્ટરો લગાવવા મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…