
મોહાલી : પંજાબી ગાયક રાજવીર જવાંદાનું સારવાર દરમિયાન નિધન થયું છે. રાજવીર જવાંદા બાઇક અકસ્માતમાં ઘાયલ થયા બાદ મોહાલીની હોસ્પિટલમાં એડવાન્સ્ડ લાઇફ સપોર્ટ પર હતા. તેમનો 27 સપ્ટેમ્બરના રોજ પંચકુલાના પિંજોરમાં બાઇક અકસ્માત થયો હતો. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે જગરાવમાં કરવામાં આવશે.
કરોડરજ્જુમાં ગંભીર ઇજાઓ થઈ હતી
પંજાબી ગાયક રાજવીર જવાંદાનો આખલાની લડાઈને કારણે અકસ્માત થયો હતો. ગાયક બડ્ડીથી પિંજોર જઈ રહ્યા હતા. અચાનક એક આખલો તેમની સામે આવતા કાબુ ગુમાવી દીધો અને તેઓ હાઇવે પર પડી ગયા. જેના કારણે તેમને ગંભીર રીતે ઘાયલ થયા. આ અકસ્માતમાં તેમને માથા અને કરોડરજ્જુમાં ગંભીર ઇજાઓ થઈ હતી. આ અકસ્માત બાદ તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા.

મુંડા લાઈક મી આલ્બમથી કારકિર્દીની શરૂઆત
ઉલ્લેખનીય છે કે, પંજાબી ગાયક રાજવીર જવાંદાએ વર્ષ 2014માં ” મુંડા લાઈક મી” આલ્બમથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની બાદ વર્ષ 2016માં ” કાલી જવાંદે દી ” થી નામના મેળવી હતી. જયારે વર્ષ 2017માં મુકાબલા અને કંગનાઈ જેવા ગીતો હિટ થયા. ત્યારબાદ તેમણે પટિયાલા શાહી પાગ, કેસરી ઝંડા, લેન્ડલોર્ડ અને સરનેમ સહિત અનેક સુપરહિટ ગીતો આપ્યા. વર્ષ 2018માં તેમણે પંજાબી ફિલ્મ સુબેદાર જોગીન્દર સિંહથી અભિનયની શરૂઆત કરી અને કાકા જી, જિંદ જાન, મિંડો તહસીલદારની અને સિકંદર -2 જેવી ફિલ્મોમાં અભિનય કર્યો.