પંજાબ પોલીસે ‘આતંકવાદી મોડ્યુલ’નો કર્યો પર્દાફાશ, ત્રણ જણ ઝડપાયા…

અમૃતસરઃ પંજાબ પોલીસે એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. અહીં ૩ ફેબ્રુઆરીના રોજ બંધ પોલીસ ચોકી પાસે કરવામાં આવેલા વિસ્ફોટમાં સામેલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસ અધિકારીએ આજે જણાવ્યું હતું.
Also read : પ્રયાગરાજ જંક્શન મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કરી ‘આ’ સ્પષ્ટતા
પોલીસે તેમના કબજામાંથી એક એકે-૪૭ રાઇફલ, બે પિસ્તોલ અને કારતૂસ પણ જપ્ત કર્યા છે. ધરપકડ બાદ શંકાસ્પદોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી એક પોલીસ અધિકારી પાસેથી પિસ્તોલ છીનવી લીધી અને ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે જવાબી ફાયરીંગમાં બે આરપીઓ ગોળી વાગવાથી ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ત્રણેયની ઓળખ લવપ્રીત સિંહ, બૂટા સિંહ અને કરણદીપ સિંહ તરીકે થઇ છે. જેઓ અમૃતસર ગ્રામીણના રહેવાસી છે અને તેમના સંબંધો દુબઇ સ્થિત એક વ્યક્તિ સાથે છે. જેણે તેમને ભંડોળ અને શસ્ત્રો પૂરા પાડવામાં મદદ કરી હતી.
Also read : હૈદરાબાદમાં સંપત્તિના વિવાદમાં ખેલાયો ખૂની ખેલઃ જાણીતા ઉદ્યોગપતિ પર પૌત્રએ છરીના 70 ઘા માર્યાં
ધરપકડની પુષ્ટિ કરતા અમૃતસર પોલીસ કમિશ્નર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું કે આ મોડ્યુલને આતંકવાદી હેપ્પી પાસિયા અને અન્ય લોકો દ્વારા વિદેશથી ઓપરેટ કરવામાં આવતું હતું. પ્રારંભિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ૩ ફેબ્રુઆરીના રોજ ફતેહગઢ ચૂરીયાં બાયપાસ રોડ પર બંધ પોલીસ ચોકી પાસે થયેલા વિસ્ફોટ પાછળ તેમનો હાથ હતો.