Punjab મા હિમાચલની બસો પર લખાયા ખાલિસ્તાન સમર્થનના સૂત્ર, હિમાચલ સરકારે લીધો આ નિર્ણય

ચંદીગઢ : પંજાબમાં(Punjab)ફરી એકવાર ખાલિસ્તાન સમર્થનના સૂત્રો જોવા મળ્યા છે. જેમાં પંજાબમાં હિમાચલ પ્રદેશની બસો પર હુમલો કરવામાં આવ્યો અને ખાલિસ્તાન તરફી સૂત્રો બ્લેક સ્પ્રે કરીને લખવામાં આવ્યા હતા. ત્યારે હવે હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ જાહેરાત કરી છે કે પંજાબમાં જ્યાં સુરક્ષા પૂરી પાડવામાં નહીં આવે ત્યાં રાત્રે બસો પંજાબના નહીં રોકાય.
આ પણ વાંચો: પંજાબના સીએમને ફરી જાનથી મારવાની ધમકીઃ ખાલિસ્તાનીઓ ફરી એક્ટિવ
હમીરપુર જતી બસ પર સૂત્રો લખેલા હતા
જેમા ડિવિઝનલ મેનેજર રાજ કુમાર પાઠકે માહિતી આપી હતી કે, શુક્રવારે રાત્રે હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ચાર બસોમાં તોડફોડ કરવામાં આવી હતી. બસો પર ખાલિસ્તાન તરફી સૂત્રો પણ લખેલા હતા. બિલાસપુર, ઉના અને દેહરા જતી બસોમાં તોડફોડ કરવામાં આવી હતી જ્યારે હમીરપુર જતી બસ પર સૂત્રો લખેલા હતા.
ઉલ્લેખનીય છે કે, હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પંજાબ રૂટ પર 600 બસોનું સંચાલન કરે છે. હિમાચલ સરકારના નિર્ણયને કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મીડિયા અહેવાલ મુજબ મુકેશ અગ્નિહોત્રીએ કહ્યું, મારું માનવું છે કે જ્યાં સુધી પંજાબ સરકાર સુરક્ષા સુનિશ્ચિત નહીં કરે, ત્યાં સુધી રાત્રે પંજાબમાં બસો બંધ નહીં થાય. બસોને હિમાચલ સરહદ પર પાછી લાવવામાં આવશે અને કેટલાક રૂટ પણ સ્થગિત કરવામાં આવશે.
હિમાચલ સરકાર પંજાબ સરકારના સંપર્કમાં
તેમણે કહ્યું, HRTC કોઈ વિવાદનો ભાગ નથી અને બસોને નિશાન બનાવવી યોગ્ય નથી. આ રાજ્યની મિલકત છે પરંતુ આવી ઘટનાઓ હજુ પણ બની રહી છે અને અમે પંજાબ સરકારના સંપર્કમાં છીએ. અમારા ડીજીપી એ તેમના પંજાબ સમકક્ષ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.”
પંજાબના 10 રૂટ પર બસ સેવાઓ સ્થગિત કરી દીધી
મુકેશ અગ્નિહોત્રીએ કહ્યું કે કેટલાક અસામાજિક તત્વો રાજ્યની સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે, જે સહન કરવામાં આવશે નહીં. પંજાબમાં એફઆઈઆર નોંધાઈ રહી છે અને ધરપકડ કરવામાં આવી છે. મુસાફરો અને સ્ટાફની સલામતી અમારી પ્રાથમિકતા છે. આ ઘટના બાદ, HRTCએ સાવચેતીના પગલાં લીધા છે અને પંજાબના 10 રૂટ પર બસ સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ ઘટનામાં પંજાબના મોહાલીથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.