નેશનલ
પંજાબના મંત્રી અમન અરોરાને બે વર્ષની કેદ, પંદર વર્ષ જૂના કેસમાં કોર્ટનો ચુકાદો
ચંડીગઢઃ પંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરા સહિત નવ લોકોને સુનમ કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ અને જિલ્લા આયોજન બોર્ડના પૂર્વ અધ્યક્ષ રાજીન્દર સિંહ રાજા પણ સજા પામેલાઓમાં સામેલ છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે.
અમન અરોરાના સાળા રાજીન્દર દીપાએ લગભગ 15 વર્ષ પહેલા 2008માં કોર્ટમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં દીપાએ આરોપ લગાવ્યો હતો કે અમન અરોરા અને તેના સાથીઓએ તેના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કર્યો હતો. તે સમયે અમન અરોરા અને રાજીન્દર દીપા બંને કોંગ્રેસમાં હતા. બંને વચ્ચે રાજકીય ખેંચતાણ ચરમસીમાએ હતી.
સુનમમાં બંને નેતાઓના ઘર એકબીજાની સામે છે. હવે બંને નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી છે. હાલમાં અમન અરોરા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી છે જ્યારે રાજીન્દર દીપા અકાલી દળના મહાસચિવ છે