પંજાબના હોશિયારપુરમાં ભયંકર અકસ્માત, એલપીજી ટેન્કરમાં આગ લાગતા બેના મોત, 20 ઘાયલ | મુંબઈ સમાચાર
નેશનલ

પંજાબના હોશિયારપુરમાં ભયંકર અકસ્માત, એલપીજી ટેન્કરમાં આગ લાગતા બેના મોત, 20 ઘાયલ

હોશિયારપુર : પંજાબના હોશિયારપુર જીલ્લામાં ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એક એલપીજી ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. જેમાં 20 થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, એક એલપીજી ટેન્કર વાહનને ટકરાયા બાદ પલટી ગયું હતું. જેની બાદ તેમાંથી ગેસ લીક થયો હતો તેમજ જે સમગ્ર સ્થળ પર ભયાનક આગ લાગી હતી.

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ રોડને તરત બંધ કરવામાં આવ્યો હતો. જેના લીધે અન્ય કોઈ દુર્ઘટના ના સર્જાય. આ ઘટના બાદ કેબિનેટ મંત્રી રવજોત સિંહ, ધારાસભ્ય બ્રમ શંકર જીમ્પા અને ડેપ્યુટી કમિશ્નર આશિકા જૈન ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આજુબાજુના ઘર અને રોડ પર રહેલા લોકો તેનો શિકાર બન્યા

આ દુર્ઘટના અંગે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, ટેન્કર પલટી જતા એટલો મોટો ધડાકો સંભળાયો હતો કે જયારે બોમ્બ વિસ્ફોટ થયો હોય. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે આજુબાજુના ઘર અને રોડ પર રહેલા લોકો તેનો શિકાર બન્યા હતા. પોલીસે આ સમગ્ર દુર્ઘટનાની તપાસ શરુ કરી છે. તેમજ તેનું કારણ જાણવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. તેમજ લોકોએ આ દુર્ઘટના સ્થળેથી દુર રહેવા માટે અપીલ કરી છે.

આ પણ વાંચો…મુંબઈમાં આગના બે બનાવ: કોઈ જાનહાનિ નહીં

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button