નવી દિલ્હી: હરિયાણાને લગતી પંજાબની ખનૌરી બોર્ડર પર કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા પંજાબના ખેડૂત શુભકરણ સિંહના મોત બાદ ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે તેમને પૈસા નહીં પણ ન્યાય જોઈએ છે. ખેડૂતોની માંગ છે કે તેમને શહીદનો દરજ્જો આપવામાં આવે અને પોસ્ટમોર્ટમ બોર્ડ બનાવીને હરિયાણા પોલીસ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવે.
મિનીમમ સપોર્ટ પ્રાઈઝ(MSP)ની ગેરંટી સહિતની અનેક માંગણીઓને સાથે 12 દિવસથી પંજાબના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોએ કિસાન દિલ્હી માર્ચની યોજના 29 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દીધી છે, સંયુક્ત કિસાન મોરચા દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે.
પંજાબના ખેડૂતો શંભુ બોર્ડર જમાવડો કર્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂત શુભકરણ સિંહના મોત બાદ પ્રદર્શનકારીઓમાં ગુસ્સો છે. તેઓ શુભકરણને શહીદનો દરજ્જો અને વળતરની માંગ કરી રહ્યા છે.
આજે એટલે કે 24મી ફેબ્રુઆરીએ ખેડૂતો શુભકરણ સિંહ અને અન્ય ત્રણ શહીદ ખેડૂતોની યાદમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે, આજે દેશભરમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવશે.
શંભુ અને ખનૌરી બોર્ડર પર 25મી ફેબ્રુઆરીએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(WTO) વિષય પર કોન્ફરન્સ યોજીને દેશભરના ખેડૂતોને જાગૃત કરવામાં આવશે. 26મી ફેબ્રુઆરીએ દેશના તમામ ગામડાઓમાં અને શુભ-ખનૌરી બોર્ડર પર WTOના પૂતળા દહન કરવામાં આવશે.
27 ફેબ્રુઆરીએ ખેડૂતોના બંને ફોરમની રાષ્ટ્રીય સ્તરની બેઠક શંભુ-ખનૌરી બોર્ડર પર યોજાશે, 29 ફેબ્રુઆરીએ ખેડૂતોના આંદોલનને લઈને ખેડૂતોના સ્ટેન્ડ પર મોટો નિર્ણય જાહેર કરવામાં આવશે.
શુક્રવારે પણ હરિયાણા-પંજાબ બોર્ડર પર તણાવ રહ્યો હતો. ખનૌરી તરફ આગળ વધી રહેલા પ્રદર્શનકારી ખેડૂતોને વિખેરવા માટે, હરિયાણા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ફરીથી અથડામણ થઈ.
સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કેન્દ્ર અને કેટલાક રાજ્યો દ્વારા ‘શાંતિપૂર્ણ રીતે વિરોધ કરનારા’ ખેડૂતોના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
હરિયાણા પોલીસનો આરોપ છે કે જ્યારે તેમને રોકવામાં આવ્યા ત્યારે ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. અથડામણ દરમિયાન, પોલીસે લાઠીચાર્જ પણ કર્યો અને ઘણા ખેડૂતોને તેમની કસ્ટડીમાં લીધા. આ અથડામણમાં હરિયાણા પોલીસના SHO પણ ઘાયલ થયા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને