ટોપ ન્યૂઝનેશનલ

Farmers Protest : પંજાબમાં જોવા મળી બંધની અસર, 163 ટ્રેનો રદ, 200 થી વધુ રોડ બ્લોક

Farmers Protest : પંજાબમાં જોવા મળી બંધની અસર, 163 ટ્રેનો રદ, 200 થી વધુ રોડ બ્લોક

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર પાસે વિવિધ માંગણીઓને લઈને ખેડૂત સંગઠનોએ(Farmers Protest) પંજાબમાં આજે બંધનું એલાન આપ્યું છે. ત્યારે ખેડૂતોના પંજાબ બંધની મોટી અસર રેલ સેવા પર જોવા મળી રહી છે. ખેડૂતોના વિરોધને કારણે 163 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે જ્યારે 19 ટ્રેનોને ટૂંકાગાળા માટે રદ કરવામાં આવી છે.જ્યારે 15 ટ્રેનો મોડી ચાલી રહી છે જ્યારે 9 ટ્રેનો રોકવામાં આવી રહી છે. તેમજ રોકવામાં આવેલી ટ્રેનોને એવા સ્થળોએ રોકવામાં આવશે જ્યાં મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.

જેમાં ફિરોઝપુરના ડીઆરએમ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરોને અસરગ્રસ્ત ટ્રેનો વિશે માહિતી મળતી રહેશે. આ માટે સ્ટેશનો પર હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવશે. પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સતત માહિતી આપવામાં આવશે.

બંધના એલાનના પગલે 200 થી વધુ રસ્તાઓ બ્લોક
પંજાબમાં ખેડૂતોના બંધના એલાનના પગલે 200 થી વધુ રસ્તાઓ બ્લોક થયા છે. તેમજ મોહાલી એરપોર્ટ રોડ પણ બ્લોક થયો છે. ખેડૂત સંગઠનોએ આજે ​​10 કલાકનો બંધ પાળ્યો છે. આ બંધ સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. જ્યારે ખેડૂત
નેતા જગજીત સિંહ દલ્લેવાલના ઉપવાસ 35 દિવસથી ચાલુ છે. ખનૌરીમાં ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ તેમનો વિરોધ ચાલુ રાખવા માટે ગાંધીવાદી માર્ગને અનુસરી રહ્યા છે અને તે સરકારને નક્કી કરવાનું છે કે તે તેમના નેતાને દૂર કરવા બળનો ઉપયોગ કરવા માંગે છે કે નહીં. આ દરમિયાન સવારે 7 વાગ્યે ખેડૂતોએ પંજાબના મોહાલીમાં એરોસિટી રોડ પર જતા મુખ્ય માર્ગ અને રેલવે લાઇનને બ્લોક કરી દીધી હતી.

આ પણ વાંચો…કોંગ્રેસના વિધાનસભ્ય સ્ટેડિયમની ગેલેરીથી 15 ફૂટ નીચે પટકાયા, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

1 હજારથી વધુ બસોના પૈડા સંપૂર્ણ રીતે થંભી જશે
આ રોડ બ્લોક દરમિયાન ઇમરજન્સી સેવાઓ અને એરપોર્ટ તરફ જતા મુસાફરોને જવાની મંજૂરી આપવામાં આવી છે. આજે પંજાબ બંધને ધ્યાનમાં રાખીને પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. ટ્રાફિક પોલીસે લોકોને મુસાફરી માટે વૈકલ્પિક માર્ગ અપનાવવાની સલાહ આપી છે. તેમજ સમગ્ર પંજાબમાં લગભગ ચાર કલાક સુધી સરકારી બસો દોડશે નહીં. સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી 1 હજારથી વધુ બસોના પૈડા સંપૂર્ણ રીતે બ્લોક થઈ જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button