ટોપ ન્યૂઝનેશનલ

Jammu Kashmir: પુલવામામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ઘેરાબંધીમાં એક આતંવાદી ફસાયો

પુલવામા: જમ્મુ કાશ્મીરના પુલવામાના ફાસીપોરામાં આજે વહેલી સવારથી સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું હતું. અહેવાલો મુજબ સેનાના જવાનોએ એક આતંકવાદીને ઘેરી લીધો છે. આતંકવાદી છુપાયાની બાતમી મળતા સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

આજે વહેલી સવારે ફાસીપોરા વિસ્તારના મુરાન ગામ પાસે ગોળીબાર ચાલુ રહ્યો હતો. અહેવાલો મુજબ એક આતંકવાદી ક્રોસ ફાયરમાં ફસાઈ ગયો છે.

બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં દેહરાદૂનના એક વ્યક્તિ પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સ્થિતિ ગંભીર જણાતા તેને શ્રીનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ત્યારથી સેનાએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

ઈજાગ્રસ્તની ઓળખ ઉત્તરાખંડના દેહરાદૂનના રહેવાસી દિલ રણજીત સિંહ તરીકે થઈ છે. તે મુગલ રોડ પર પદપાવન હરપોરા સ્થિત રિસોર્ટમાં પ્રવાસીઓ સાથે રોકાયો હતો. આ રિસોર્ટ શોપિયાં શહેરથી માત્ર ત્રણ કિલોમીટર દૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button