તમિલનાડુના પુદુક્કોટ્ટાઈમાં ભયાનક માર્ગ અકસ્માત, ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક ચાની દુકાનમાં ઘૂસી; 5ના મોત
ચેન્નઇઃ તમિલનાડુના પુદુક્કોટ્ટાઈમાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. આ માર્ગ અકસ્માતમાં એક મહિલા સહિત નવ લોકોના મોત થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે. પુડુકોટ્ટાઈ જિલ્લાના નમનસમુથીરમ ખાતે ત્રિચી-રામેશ્વરમ નેશનલ હાઈવે પર શનિવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો, જ્યારે એક ઝડપી ટ્રકે કાબૂ ગુમાવ્યો હતો અને એક ચાના સ્ટોલ સાથે અથડાઈ હતી જ્યાં યાત્રાળુઓ રસ્તાની બાજુએ ઉભા હતા. ઘાયલ લોકોને પુદુક્કોટ્ટાઈ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
જે ટ્રકનો અકસ્માત થયો તે સિમેન્ટથી ભરેલી ટ્રક હતી અને તે પાર્ક કરેલા અન્ય વાહનો સાથે અથડાઈ હતી, જેના કારણે નવ લોકોના મોત થયા હતા. જ્યારે આ અકસ્માત થયો ત્યારે સબરીમાલા મંદિરના ઘણા શ્રદ્ધાળુઓ દુકાનમાં ચા પી રહ્યા હતા. ટી સ્ટોલ પાસે પાર્ક કરેલી એક કાર અને અન્ય ટુ-વ્હીલરને પણ ભારે નુકસાન થયું હતું.
અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી પુદુક્કોટ્ટાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. અન્ય ઓગણીસ ઘાયલ લોકોને પણ એ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાછે. પ્રાથમિક તપાસના આધારે, પોલીસે જણાવ્યું હતું કે સિમેન્ટ ટ્રકના ડ્રાઇવરને ડ્રાઇવિંગ કરતી વખતે ઝોકું આવી ગયું હતું અને તેણે ટ્રક પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ ટ્રક અરિયાલુરથી શિવગંગાઈ તરફ જઈ રહી હતી. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.